ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીની અધ્યક્ષતામાં તિલકવાડા એપીએમસી હોલ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠક મળી

  • 4:53 pm February 8, 2024
વસિમ મેમણ | તિલકવાડા

 

પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ ભીલના નેજા હેઠળ તિલકવાડા એપીએમસી હોલ ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ. આગામી સમયમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈ નર્મદા જિલ્લામાં આવવાના હોય આ યાત્રાના સ્વાગત કાર્યક્રમની તૈયારીઓ વિશે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. ઉપરાંત આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીમાં જીત કેવી મેળવવા અને કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા અને દરેક બુથ ને મજબૂત બનાવી વધુમાં વધુ કાર્યકર્તાઓને પાર્ટીમાં સભ્ય બનાવવા માટે ચર્ચા કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ચૂંટણીમાં જીત મેળવવા અને પોતાના ઉમેદવારને જીતાડવા માટે દરેક પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે આજ રોજ તિલકવાડા એપીએમસી હોલ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠક યોજાઇ ત્યારે આગામી સમયમાં રાહુલ ગાંધી ભારત જોડે યાત્રા લઈ નર્મદા જિલ્લામાં આવવાના હોય આ યાત્રાના સ્વાગતની તૈયારીઓ વિસે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. સાથે જ આગામી સમયમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જીતાડવા અને તાલુકામાં દરેક બુથ ને મજબૂત બનાવવા અને વધુમાં વધુ કાર્યકર્તાઓને કોંગ્રેસ પાર્ટીમાં સભ્ય બનાવવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી આ યોજાયેલી બેઠકમાં તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સહિત નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ બેઠકમાં થયેલી ચર્ચા માં સહભાગી બન્યા હતા.