ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા દરેક વિસ્તારોમાં પર માઈક અને સોશિયલ મીડિયા થકી લોકોને જાગૃત અપીલ કરાઈ

  • 4:55 pm February 8, 2024
પંકજ પંડિત | ઝાલોદ

 

સ્વચ્છતા ન જાળવનાર લોકો પર કાયદેસર કાર્યવાહી કરવાની કાર્યવાહી કરાશે

ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં વેપાર કરતા વેપારીઓને નગરપાલિકા દ્વારા નગરમાં માઈક ફેરવી તેમજ સોશિયલ મીડિયા થકી પ્રચાર કરી નગરને સ્વચ્છ રાખવા સૂચના આપી હતી. નગરના કેટલાક વેપારીઓ ધ્વારા ઝાલોદ નગરપાલિકામાંથી આવતા સફાઈ કામદાર ધ્વારા સફાઈ કરી તેમના ગયા પછી  તેમની દુકાનમાંથી કચરો કાઢીને જાહેર રસ્તા ઉપર ફેંકી દેતા રોડ પર પાછો કચરો થઈ જવાની નોંધ નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ છે. જેથી જો નગરમાં હવે પછી કોઈ પણ વેપારી જાહેર રસ્તા પર દુકાનનો કચરો ફેંકશે કે પોતાના દુકાનની આગળ ગંદકી કરશે તો નગરપાલિકા દ્વારા આવા વ્યાપારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરશે અને જો કાયદેસર કાર્યવાહી કર્યાં બાદ પણ વ્યાપારી વારેઘડી જાહેર રસ્તા પર ગંદકી કરતા પકડાસે તો તેની દુકાન કાયમ માટે સીલ કરવામાં આવનાર છે. નગરમાં નાના નાના હાથલારી કે ચાની દુકાનો પણ પોતાની દુકાન પાસે ડસ્ટબિન રાખે અને પોતાના વિસ્તારને ચોકખો રાખે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો છતાંય વારંવાર ગંદકી કરનાર વ્યાપારી જો આવું કૃત્ય કરતા કોઈ વેપારી માલુમ પડશે તો તેઓના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેવી કે નોટીસ આપવી, દંડનીય કાર્યવાહી, વધુમાં જોઈ કોઈ વેપારી વારંવાર આવું કૃત્ય કરતા પકડાશે તો તેઓનું દુકાન નું સી-સર્ટીફીકેટ રદ કરવામાં આવશે તથા દુકાનને હમેશા માટે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે. સદર કામગીરી કરવા નગરપાલિકાના સ્ટાફ સાથે કોઈપણ વેપારી ધ્વારા જો તકરાર કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.