પાટણ જિલ્લા પંચાયત પ્રમુખના અઘ્યક્ષસ્થાને જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજવામાં આવી
- 5:15 pm February 8, 2024
                અનિલ રામાનુજ | રાધનપુર
              
            
પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અઘ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન એકમનું સમી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પશુપાલન શિબિરમાં ૩૫૦ થી વધુ પશુપાલક ભાઈઓ - બહેનોએ ભાગ લીધો હતો. શિબિરમાં નફાકારક પશુપાલન માટે પશુપાલન તજજ્ઞો દ્વારાના સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે નફાકારક પશુપાલન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે વૈજ્ઞાનિક અભિગમની સાથે સરકારની પશુપાલન ખાતા સંબંધી સહાયકારી યોજનાઓનો લાભ લેવા માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સાથે અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.