બાબરકોટ-બોટાદ હાઇવે પર થયેલા એક્સીડેન્ટમાં ભોગ બનનાર વ્યક્તિનાં દાગીના તેમના સગાંને હેમખેમ પરત કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓ

  • 5:30 pm February 8, 2024
જયરાજ ડવ | બોટાદ

 

૧૨ તોલા સોનું અને ૧ કિ.ગ્રામ ચાંદી ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ પરત કરતાં તેમની પ્રમાણિકતાને સબીહા હોસ્પિટલનાં સુપ્રીટેડન્ટ વોરાએ બિરદાવી

બાબરકોટ ગામની નજીક બોટાદ હાઇવે ઉપર તા.૭મી ફેબ્રુઆરી,૨૦૨૪ના રોજ ફોરવ્હિલ અને સ્કૂલબસનું એક્સીડેન્ટ થતાં પાળીયાદ ૧૦૮ને કેસ મળેલ જેમાં એક્સીડેન્ટનો ભોગ બનેલ બંન્ને વ્યક્તિઓ મૂળ રાજકોટનાં હોવાનું જાણવા મળ્યું હતું અને બંન્ને વ્યક્તિઓ બેભાન અવસ્થામાં હોવાથી ૧૦૮ દ્વારા એમ્બ્યુલન્સમાં યોગ્ય સારવાર આપીને બોટાદની સબીહા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

આ વેળાએ બંન્ને વ્યક્તિઓ બેભાન હોવાથી એમની સાથે સોના-ચાંદીનાં ઘરેણાં હતા એ ૧૦૮નાં ઇમર્જન્સી મેડીશીયન ટેક્નીશીયન વિપુલ બાંભણીયા અને ડ્રાઇવર મુકુંદભાઈ પરમારે  દરદી પાસેથી મળી આવેલ ૧ જોડ બુટ્ટી, પાટી પારો, ચાંદીના સડ્ડા, ચાંદીનું કડુ, ૨ (બે) સોનાનાં હાર અને ૫ (પાંચ) વિટ્ટીં સહિત ૧૨ તોલા સોનું  તેમજ ૧ કિલોગ્રામ ચાંદીના ઘરેણાં સબીહા હોસ્પિટલનાં સુપ્રીટેડન્ટ વોરાને આપીને દર્દીનાં પરીવારને ફોન દ્વારા જાણ કરી હતી. બધા જ દાગીના હેમખેમ પરત થતાં  ૧૦૮ના કર્મીઓને તેમની પ્રમાણિકતા બદલ સબીહા હોસ્પિટલનાં સુપ્રીટેડન્ટ વોરાએ અભિનંદન પાઠવ્યાં હતાં.