વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા માંડવી તાલુકાના ગામતળાવ બુજરંગ ગામના ગ્રામવાસીઓ

  • 5:37 pm February 8, 2024

 

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયુ

કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંડવી તાલુકાના ગામતળાવ બુજરંગ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર(THO) નરેન્દ્રભાઇ ચૌધરી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે અને તમામ યોજના વિશે ગ્રામજનોને માહિતી પૂરી પાડી હતી.વિવિધ શાખાના અધિકારી, કર્મચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઈ.સી.ડી.એસ.વિભાગ,પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.

આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના, આઈ.સી.ડી.એસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વહિવટી અધિકારી હાર્દિકભાઈ,પ્રા.આરોગ્ય કેન્દ્ર ગોડસંબા ડો.ચિનલબેન તરોડિયા, તાલુકા આરોગ્ય કચેરી સુપરવાઈઝર પ્રવીણભાઈ પટેલ, તાલુકા આરોગ્ય ફિમેલ સુપરવાઈઝર ઉષાબેન મેઘાત, ડેપ્યુટી સરપંમચ હાર્દિકભાઈ પટેલ, તલાટી કમ મંત્રી રંજનબેન ચૌધરી, શા‌‌‌‌ળાના શિક્ષકો, આધાર ઓપરેટર, ગામસેવકઓ, આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.