છોટાઉદેપુર જિલ્લામાં સિનિયર સીટીઝન માટે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે

  • 6:07 pm February 8, 2024
અલ્લારખા પઠાણ | છોટાઉદેપુર

 

૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં લોકો માટે ૬ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવનાર છે.

છોટાઉદેપુર જિલ્લાનાં રમત-ગમત અધિકારીની  અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા ચાલુ વર્ષે ૨૦૨૩-૨૪ દરમિયાન “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત જિલ્લા રમત-ગમત કચેરી, છોટાઉદેપુર દ્વારા તા.૦૯-૦૨-૨૦૨૪નાં રોજ સવારે ૯-૦૦ કલાકે એસ.એફ.હાઈસ્કુલમાં સિનિયર સીટીઝન સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં લોકો વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, એથ્લેટીક્સ જેવી ૬ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે.