ગઢડાની શ્રી કમરીબાઈ કન્યા વિદ્યાલય કેન્દ્રવર્તી શાળા નંબર-૦૨ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો”નો કાર્યક્રમ યોજાયો

  • 6:34 pm February 8, 2024
જયરાજ ડવ | બોટાદ

 

ગઢડા તાલુકાની  કમરીબાઈ કન્યા વિદ્યાલય કેન્દ્રવર્તી શાળા નંબર-૦૨ ખાતે બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી આઈ. આઈ મનસુરી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવે તેમજ ગઢડા પોલીસ સ્ટેશનના અધિકારી મયુરધ્વજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ “બેટી બચાવો બેટી પઢાવો”નો કાર્યક્રમ યોજાયો હતો. 

આ પ્રસંગે  પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર નીતાબેન ભેડા, કાઉન્સેલર ગોરલબેન સોલંકી, she ટીમના કોન્સ્ટેબલ માયાબેન રતનપરા, dhewના કાર્યકર જયભાઈ પંડ્યા અને વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર સંસ્થાના કાર્યકર પારૂલબેન કંસારાએ શાળાની વિદ્યાર્થીનીઓને  સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા ૧૮૧, સંકટ સખી એપ ડાઉનલોડ કરવા, ગુડ ટચ બેડ ટચ, ૧૦૦, ૧૧૨ તેમજ  વ્હાલી દિકરી યોજના અને હાઈજીન અંગે વિશે  માહિતગાર કર્યા હતાં. 

કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, શાળાના અધ્યાપકો તેમજ બહોળી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતા.