દામનગર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાના નાસતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

  • 6:36 pm February 8, 2024
મૌલિક દોશી | અમરેલી

 

અમરેલી પોલીસ અધિક્ષક  હિમકર સિંહએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે દામનગર પો.સ્ટે.માં આઈ.પી.સી.કલમ ૩૭૯, ૧૧૪ મુજબના કામે આરોપી આઠેક માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેકનીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે સુરત મુકામેથી મજકુર લીસ્ટેડ આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા  દામનગર પોલીસ સ્ટેશનમાં સોંપીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.