કરજણ લોકલ પોલીસે બામણ ગામ ને. હા.નં.૪૮ નજીકથી આઇસર ટેમ્પામાંથી રૂ.૩૧,૪૪,૦૦૦/- ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને દબોચી લીધો

  • 6:40 pm February 8, 2024
મુકેશ અઠોરા | કરજણ

 

સૂત્રોના જણાવ્યા અનુસાર કરજણ પોલીસ સ્ટેશન સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે એક બંધબોડી વાળુ આઇસર નં.MH 43 BP 0819 ની ગાડી ભરૂચ તરફથી વડોદરા તરફ જનાર છે જેમા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે જેથી પંચો તથા સાથેના પોલીસ સ્ટાફના મણસો તથા પંચો સાથે બામણગામના બસ સ્ટેશનથી થોડે આગળ હોરીઝોન ઇન્ડસ્ટ્રીઝની સામે કરજણથી વડોદરા તરફના ને.હા.નંબર ૪૮ રોડ ઉપર છુટા છવાયા ઉભા રાહી વોચ ગોઠવતા  આઇસર નં.MH 43 BP 0819ની વોચમા હતા તે દરમ્યાન થોડીવારમા કરજણ તરફથી વડોદરા તરફના ટ્રેક ઉપર ઉપરોક્ત વર્ણન વાળુ આઇસર નં.MH 43 BP 0819 આવતા રોડ ઉપર ટ્રાફીક જામ કરાવી આઇસરને ઉભુ રખાવેલ અને આઇસરનો રજી.નંબર ખાત્રી કરતા MH 43 BP 0819 નો હોવાનુ જણાય આવતા આઇસરનો પાછળનો દરવાજો ખોલાવી આઇસરમા જોતા ખાત્રી તપાસ કરતા તેમા ભારતીય બાનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો મળી આવેલ જે વિદેશી દારૂની કંપની શીલબંધ બોટલો નંગ- ૩૧૪૪૦ કી.રૂ.૩૧,૪૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડેલ પકડાયેલ ઇસમને પકડાયેલ આરોપી ઇંગ્લીશ દારૂ ભરેલ ગાડી કંયાથી ભરેલ તે બાબતે પુછતા જણાવેલ કે મો.નં.૮૮૯૧૭૦૯૧૨૩ નાઓએ આ વિદેશી દારૂ ભરાવીને આઇસર ગાડી ગોવા કરસન વાડ ખાતે આપી ગયેલ અને આ વિદેશીદારૂ ભરેલ આઇસર ગાડી કોને આપવાની છે તે બાબતે મને કોઇ ખબર નથી પરંતુ તેઓએ મને ફોનમા જણાવેલ કે ગુજરાત હાલોલ ગોધરા હાઇવે ઉપર જઈ ફોન કરવા જણાવેલ તેવી હકીકત હીન્દીમાં જણાવેલ જેથી કરજણ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.