દંતેશ્વર અને દાંડિયા બજારમાં વિદેશી દારૂ વેચતા બે આરોપી પકડાયા, જથ્થો આપનાર બે વોન્ટેડ જાહેર

  • 6:59 pm February 8, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

વડોદરા પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે, દંતેશ્વર ગામ રાઠોડ વાસમાં રહેતો ગણપતસિંહ ફતેસિંહ ઘરીયા મોપેડની ડીકીમાં ઈંગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે અને હાલમાં દંતેશ્વર ગામ પાસે બરોડા સ્કૂલની સામે ખુલ્લા મેદાનમાં દારૂ વેચવાનું ચાલુ છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા મોપેડ સાથે ગણપતસિંહ મળી આવ્યો હતો. તેની મોપેડની ડેકીમાં તપાસ કરતા વિદેશી દારૂની 11 બોટલ તથા રોકડા અને મોબાઈલ ફોન કુલ 12,750નો મુદ્દા માલ કબજે કર્યો છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, વારસિયા ગોપાલ બેકરી પાસે ઊભા રહેતા નીરવ નામના શખ્સ પાસેથી વિદેશી દારૂ લાવ્યો છું. જેથી પોલીસે નિરવને વોન્ટેડ જાહેર કર્યું છે.

જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે દાંડિયાબજાર જંબુબેટ શિવાજી પાનહાઉસના મેળા પર રહેતા સાગર ઉપર લલિત મહેશભાઈ કહાર ને ઝડપી પાડ્યો હતો. આરોપીએ જલારામ એપાર્ટમેન્ટના દાદર નીચે સંતાડી રાખેલી બિયરના  42 ટીન પોલીસે કબજે કર્યા છે. આ બિયર ના ટીન આરોપી અજય ઉર્ફે ગંગા કહાર પાસેથી લાવ્યો હોવાનું જણાવતા પોલીસે અજય ઉર્ફે ગંગા કહારને વોન્ટેડ જાહેર કર્યો હતો.