વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર કચ્છ રણોત્સવમાં ગયેલા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો દાગીના સહિત રૂા.1.13 લાખની મત્તાની ચોરી કરી ફરાર..

  • 7:02 pm February 8, 2024
સિકંદર પઠાણ | વડોદરા

 

ન્યુ વીઆઇપી રોડ પર સિદ્ધાર્થનગરમાં રહેતા રાજેશ સુર્વેએ હરણી પોલીસમાં ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા સિદ્ધાર્થનગરના મકાનમાં રહેતા એપોલોના કર્મી પરિવાર સાથે કચ્છ રણોત્સવમાં ગયો હતો. દરમિયાન તસ્કરોએ તેમના મકાનમાં ઘુસ્યા હતા અને સોના ચાંદીના દાગીના અને એક મોબાઇલ મળી 1.13 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેથી તેઓએ હરણી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. 

શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા સિદ્ધાર્થનગરમાં રહેતા રાજેશ બાલકૃષ્ણ સુર્વે (ઉ.વ.૫૬) લીમડા ગામ પાસે આવેલી એપોલો ટાયરમાં કરે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવે છે કે, ગત 27 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 4 વાગે હુ મારા ઘરેથી મારા પરિવારના સભ્યો સાથે મકાનને લોક મારી ફરવા માટે કચ્છ રણોત્સવમા ગયા હતા. દરમિયાન 30 જાન્યુઆરીના રોજ અમે પરત ઘરે આવ્યા હતા. ત્યારે મકાનના મુખ્ય દરવાજાના આગળ લગાડેલી લોખંડની જાળીનો નકુચો તેમજ લાક્ડાના દરવાજાનો નકુચો તુટેલો હતો. જેથી અમે ઘરમાં જઇ તપાસ કરતા પ્રથમ રૂમ તથા બેડરૂમમાં બનાવેલા લાકડા કબાટમાંથી સર સામાન વેર વિખેર કરી નાખેલો હતો. જેથી મકાનમાં તસ્કરો ચોરી કરવા માટે ઘુસ્યા હતા અને કબાટના ડ્રોવરમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને એક મોબાઇલ મળી 1.13 લાખની માલ મતાની ચોરી થઇ હોવાની માલુમ પડ્યું હતું.