શહેરા હોળી ચકલા પાસે ગટરનું ગંદુ પાણી રસ્તે ચડ્યું

  • 7:22 pm February 8, 2024
આફતાબ શેખ | પંચમહાલ

 

શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ હોળી ચકલા વચ્ચે જે તમને તસ્વીરમાં દેખાય છે. ત્યાં કેટલા સમય થી આવજા કરતા લોકોને આ અંદર ગ્રાઉન્ડ નાંખેલી ગટર લાઈન માંથી ગંદુપાણી બહાર રોડ પર ફરીવડતા  હાલાકી વેઠવાનું  વારો આવ્યો છે. અહીં સાફ સફાઈ ન કરવામાં આવતી હોવાનું પણ રહીશએ જણાવ્યું હતું. વધુમાં રહીશએ સભ્યતા સાથે વાત કરતા  જણાવ્યું કે આ રોડ જ્યાર બનાવ્યું છે. તેમાં ગટર લાઈન અંદર ગ્રાઉન્ડ બનાવવામાં આવેલી છે. તે પાણી ઉભરાઈ જાય છે. અહીં કોઈ સાફ-સફાઈ કરવા વાળો નહીં આવતો, કોઈ દવા છટકાવ કરવા વાળો નહીં આવતો ને હમારે અહીંયા ગંદકી થાય છે , પાણી ભરાઈ રહેતા મચ્છર આવે છે. અવર જવર કરતા લોકોને પાણીના ગંદા છાંટા ઉડે છે.વધુ ગંદકી થાય તેના કરતાં આટલુ કામ કરી આપો સાહેબ તમે કામ કરી આપો તો આટલું તમારું આભાર રહશે. તેવી નગરપાલિકા ને નમ્ર વિનંતી કરી છે. હવે જોવાનું એ રહ્યું કે આ નમ્ર ભરી વિનંતી ને ધ્યાને લઈ સાફસફાઈ કરવામાં આવશે કે કેમ. કે પછી કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવું દ્રશ્ય સર્જાશે.