પાટણ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી બેઠક યોજાઇ...

  • 7:24 pm February 8, 2024
જે.પી વ્યાસ, પાટણ

 

ભાજપ આગેવાનો દ્વારા ચુટણી લક્ષી માગદશૅન પુરૂ પાડી વડાપ્રધાન પદે નરેન્દ્રભાઇ મોદી  હેટ્રિક નોંધાવે તેવું આહવાન કર્યું. આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બુધવારે પાટણ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશીની અધ્યક્ષતામાં લોકસભા બેઠક મળી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી  અંતર્ગત હોદ્દેદારોને ઇન્ચાર્જ અને સહઇન્ચાર્જની જવાબદારી સોપવામાં આવી હતી.

આ સાથે સાથે પ્રભારીએ આગામી સમયમાં ગાંવ ચલો અભિયાન, લાભાર્થી સંમેલન અને બુથ લેવલે બેઠકો, ખાટલા બેઠકો સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી તમામ કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીના પરિણામો ના આવે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ ના લે ત્યાં સુધી કમર કસવા આહવાન કર્યું હતું.