હળવદની તક્ષશિલા સંકુલના 204 વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભમાં પસંદગી

  • 7:26 pm February 8, 2024
અમિત વિંધાણી, હળવદ

 

તાજેતરમાં ચાલી રહેલ ખેલ મહાકુંભની મોરબી જિલ્લા કક્ષાની જૂડો, કુસ્તી અને હેન્ડબોલ સ્પર્ધામાં તક્ષશિલાએ ડંકો વગાડ્યો હતો. U-14,17 કેટેગરીમા ગોલ્ડ મેડલ મેળવી રાજ્યકક્ષા માટે પસંદ થયા હતા. જિલ્લા કક્ષાની બેડમિન્ટન, કુસ્તી, હેન્ડબોલ, જૂડો અને એથ્લેટિકસ જેવી રમતમાં રાજ્ય કક્ષા માટે શાળાના ૨૦૪ જેટલા વિદ્યાર્થીઓ પસંદ થયા હતા. આવનારા દિવસોમાં સરકાર દ્વારા ઈનામો પેટે RTGS ડાયરેક્ટ બેનિફિટ પ્રક્રિયા દ્વારા આ વિદ્યાર્થીઓના ખાતામાં સાડા ત્રણ લાખ જેટલી રકમ જમા થશે. હેન્ડબોલ કોચ પ્રકાશ જોગરાણા અને જૂડો કોચ ઓરા પૂજાબેનની મહેનત રંગ લાવી હતી. તક્ષશિલા સંકુલમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતી ઇન્સ્કુલ પ્રોજેકટ અંતર્ગત ડ્રિબ્લિંગ,પાસિંગ, ગોલકિપિંગ, વાઝારી, ફાઈટ, ઉચીકોમી જેવી ટેકનિકને કારણે આટલા મેડલ મેળવ્યા હતા. તક્ષશિલા સંકુલના એમડી ડો. મહેશ પટેલે આ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની રમતમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.