તક્ષશિલા સંકુલના ધો. ૪ મા ભણતા સિણોજિયા તત્વની બેડમિન્ટનમાં રાજ્ય કક્ષાએ પસંદગી

  • 7:26 pm February 8, 2024
અમિત વિંધાણી, હળવદ

 

મોરબી જિલ્લા કક્ષાની બેડમિન્ટન રમતમા સિલ્વર મેડલ મેળવ્યો 

હળવદની તક્ષશિલા સ્કુલમાં અભ્યાસ કરતા તત્વ અલ્પેશભાઈ સિણોજિયાએ મોરબી જિલ્લા કક્ષાની U- 11 કેટગરીની બેડમિન્ટન રમતમા બીજો નંબર મેળવ્યો હતો. તાજેતરમાં ચાલુ રહેલ ખેલ મહાકુંભની બેડમિન્ટન રમતની U-11 કેટગરીમા ૨૦૪ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. તેમાથી ટંકારાના વીરપર ગામના વતની સિણોજિયા અલ્પેશભાઈ દેવશીભાઈના દિકરા તત્વએ પોતાની સર્વિસ, ડ્રોપ, સ્મેશ જેવી ટેકનિક દ્વારા શાનદાર પ્રદર્શન કરતા ફાઈનલમા પ્રવેશ મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સાથે કૈલા પ્રનિલ, ફિસડિયા સંજય, ઉકેડિયા છગન અને દેકાવડિયા અશોકે પણ ત્રણ રાઉન્ડ સુધી પહોંચી શાનદાર દેખાવ કર્યો હતો. શાળાના સંચાલક રમેશ કૈલાએ તત્વ સિણોજિયા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં પણ સારું પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. તક્ષશિલા સંકુલના બેડમિન્ટન કોચ પરેશ સરે તત્વ સિણોજિયાને અભિનંદન પાઠવ્યા હતા.