બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા દીઓદર મૈડકોલ પાસે ગમખવાર અકસ્માતમાં એકનું મોત

  • 7:58 pm February 8, 2024
સુનિલ ગોકલાની | ભાભર

 

થરા દિયોદર રોડ ઉપર આવેલમૈડકોલ પાસે હનુમાન ભૈરવ મઢી મંદિર પાસે ભયાનક અકસ્માત સર્જાયો જેમાં ખીલખીલાટ વાહનને આયસરે જોરદાર મારી ટક્કરહતી. ટક્કર મારતા જ ખિલખિલાટની ગાડી ફેકાઈ ગઈ હતી. ખીલખીલાટ વાહન મા બહેન પ્રેગનેન્ટ ને થરા રેફરલ થી પોતાના ઘરે મુકવા જતા બની ઘટના બની હતી. આ ઘટનામાં ખીલખીલાટ વાહન ચાલક મહેબૂબભાઇ ફકીરનુ ઘટના સ્થળે મોત થયું હતું અને અન્ય ઘાયલ ઘાયલ ને 108દ્વારા થરા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્રણ મહિલાને વધુ સારવાર માટે પાટણ ધારપુર રીફર કર્યા અને એક યુવક ને થરા રેફરલ હોસ્પિટલ સારવાર અપાઈ હતી.આયસર ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો અને ઘટના સ્થળે ટોળેટોળાં ઉમટ્યા હતા.