મોડાસા આરટીઓ કચેરી, અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા 34 મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો

  • 8:01 pm February 8, 2024
વૈભવ રાઠોડ | અરવલ્લી

 

ઇન્ડિયન રેડ ક્રોસ હિંમતનગર અને મોડાસા શાખાના સહયોગથી  રક્તદાન કેમ્પ યોજી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરાઇ

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત મોડાસા આરટીઓ કચેરી અને અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસના સયુંકત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો. મોડાસા આરટીઓ કચેરી  યોજાયેલ 34 મા રાષ્ટ્રીય રોડ સેફ્ટી મંથની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી હિંમતનગર શાખાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લા ટ્રાફિક પોલીસકર્મીઓ,આરટીઓ કર્મચારીઓ અને અરજદારોએ  રક્તદાન કરીને રક્તદાન મહાદાન સૂત્રને ચરિતાર્થ કર્યું હતું. રકતદાન એ એક નિસ્વાર્થ કાર્ય છે જેનાથી દાન કરેલ રક્તના યુનિટમાં અનેક જીવન લોકોના બચાવવાની ક્ષમતા છે. મોડાસા આરટીઓ ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં 30 થી વધુ બોટલ રક્ત એકત્ર કર્યું હતું.આ પ્રસંગે મોડાસા આરટીઓ અધિકારી ટી.બી મકવાણા,જિલ્લા ટ્રાફિક પોલીસ પીઆઈ કે.એસ ચાવડા ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી શાખાના ચેરમેન ભરતભાઈ પરમાર,હિંમતનગર રેડ ક્રોસ  સોસાયટીના કર્મચારીઓ સહિત ટ્રાફિક પોલીસ કર્મીઓ,આરટીઓ કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહીને 
34 મા રાષ્ટ્રીય રોડ સેફ્ટી મંથની રક્તદાન કેમ્પની ઉજવણીની સાથે લોકો વધુમાં વધુ રક્તદાન કરી અન્ય લોકોના જીવન આપેલ રક્ત વરદાનરૂપ સાબિત થાય તેવો સંદેશ સમાજને આપ્યો હતો.