ડીસાના સણથ ગામે પાંજરા પોળમાંથી ચોરાયેલા પશુઓને ચોરતી ટોળૅકીને ઝડપી પાડતી ભીલડી પોલીસ

  • 8:14 pm February 8, 2024
સંજયસિંહ રાઠોડ | બનાસકાંઠા

 

ડીસા તાલુકાના સણથ ગામે આવેલ  પાંજરાપોળ માંથી .બે દિવસ પહેલા રતરે ના સમયે અજાણ્યા શખ્સો દ્રારા પંજરાપોળનો દરવાજા તાળું તોડી ને  ચોરીમા ગયેલ પશુઓ ૪ (ભેંસ) અને ૨ પાડા જે ચોરાયા હતા. જેને પાંજરાપોળ સંચાલક ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમા ભીલડી પોલીસે ગણત્રીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ને  પાંજરાપોળમાથી બે પીક-અપ ડાલામા ભરી ચોરી કરી લઇ ગયેલ ત્યારબાદ ભીલડી પોલીસ દ્રારા ગુનાની તપાસ હાથ ધરી અલગ અલગ જગ્યાએ સી.સી.ટી.વી કેમેરા આધારે આ પીક-અપ-ડાલા શોધવા પ્રયત્ન હાથ ધરેલ અને  ભીલડી પી.એસ આઇ. એ.કે.દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીલડી પો.સ્ટેનાઓ સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે આ ચોરીમા ગયેલ પશુઓ(ભેંસ) તથા ચોરીમા ઉપયોગમા લીધેલ પીક-અપ ડાલા જે સેસણ ગામના સમસુદીન  આરબખાન બલોચના ખેતરમા હોવાનુ જાણવા મળતા આ કામના તહોમતદાર (૧)સમસુદીન  આરબખાન બલોચ ઉ.વ.૨૧ રહે.સેશણ તા.દીયોદરવાળાને પકડી લઇ જેની પુછ્પરછ કરતા ફરાર આરોપી અશરફખાન મેવેખાન બલોચ રહે.સેશણ તા.દીયોદરવાળા સાથે મળી ચોરી કરેલ ગુનાની કબુલાત કરતો હોઇ  ત્યારબાદ તેના રહેણાક મકાનની બાજુ માથી ચોરીમા લીધેલ પીક-અપ ડાલુ રજીનં. જીજે.૦૮.એડબલ્યુ.૧૮૩૪ મળી આવેલ તથા ચોરીમા ગયેલ ભેસ નંગ.૦૨ એરંડાના ખેતરમાથી મળી આવેલ તથા અન્ય મુદામાલ શોધવા માટે સેશણ ગામમા સર્ચ કરી દિયોદર પોલીસ તથા એલ.સી.બી શાખા પાલનપુર નાઓની મદદ મેળવી સાથે રાખી ચોરીમા ગયેલ મુદામાલ સેશણગામના ફરાર આરોપી નિયાજખાન ઇસ્માઇલખાન બલોચના ખેતરમા રાખેલ પશુઓ પાડો નંગ.૦૧ તથા ભેંસ નંગ.૦૧ તથા પીક-અપ ડાલા નં જીજે.૧૨.બીટી.૩૧૫૨ વાળુ મળી આવેલ જે ભીલડી પો.સ્ટે ભાગ-એ ગુ.ર.નં. ૧૧૧૯૫૦૦૮૨૪૦૦૫૨/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામે ચોરીમા ગયેલ પશુઓ નંગ.૦૬ પૈકી ૪ કબજે લેવાયેલા છે. જ્યારે ૧ પાડો ૧ ભેંસ અને ૨ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.   પશુ નંગ.૦૪ કી.રૂ.૨૫,૦૦૦/- તથા ચોરીમા ઉપયોગમા લીધેલ પીક-અપ ડાલા નંગ.૦૨ કી.રૂ.૪૦૦૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ૧ આરોપીને જડપીન પાડીને ૨ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.