ભરૂચમાં પરિવાર પેટ માટે કરે છે વેઠ: મોંઘવારીના સમયે ગરીબ પરિવાર પેટીઓ રડવા બાળકી પાસે કરાવે છે અવનવા કરતા અને ભરે છે પેટ

  • 8:20 pm February 8, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

વિકાસશીલ ગુજરાતમાં આજે પણ રમવા કૂદવા અને ભણવાની ઉંમરે પરિવારનો બોજ ઉઠાવે છે નાની કીશોરીઓ

ભરૂચના જાહેર માર્ગો ઉપર રસ્તા ઉપર થી જતા લોકોને મનોરંજન પૂરો પાડી પોતાના પેટનો ખાડો પૂરતા ગરીબ શ્રમિકો..

કહેવાય છે કે રોજગારી મેળવવા અને પેટનો ખાડો પુરવા જે કામ કરવાનું આવે તે કરી લેવાય બસ ઘણા ગરીબ પરિવારો પણ પોતાના પેટનો ખાડો પુરવા સંપૂર્ણ પરિવાર સાથે જાહેર માર્ગો પર જોખમી રીતે કરતા બતાવી પેટીયું રડી રહ્યા છે ઘણી વખત આ દ્રશ્યો જોઈ સૌ કોઈ અચંબામાં મુકાતા હોય છે પરંતુ ખરેખર મોંઘવારીના યુગમાં પેટ કરાવે વેઠ આ પંક્તિ અહીંયા સાર્થક થાય છે

સામાન્ય રીતે જાહેર માર્ગો ઉપર ફૂટપાથ ઉપર ભિક્ષુકો જોવા મળતા હશે અને તેમનો પેટનો ખાડો પુરવા ઘણા લોકો તેમને મદદ પણ કરતા હશે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત આ મોંઘવારીમાં કેવી હશે તેનો ખ્યાલ છે ભરૂચ જિલ્લામાં ઘણી વખત જાહેર માર્ગો ઉપર મનોરંજન રૂપી જોખમી કરતા શ્રમિકો પણ જોવા મળે છે અને આ કરતબ જોખમી પણ માસુમ કે જે દીકરીઓની ભણવા ગણવા અને રમવાની ઉંમર હોય તેવા સમય આખા પરિવારનો બોજો અને ઘરનું ભરણપોષણ કરવા માટે કરતબ કરતા હોય છે ભરૂચ કલેકટર કચેરીના સંકુલ નજીક જ એક આવું જ પરિવારમાંથી માસુમ દીકરી અવનવા કરતા કરી રહી હતી લોકો તેને જોવા માટે પણ ઉમટીયા હતા આ સંપૂર્ણ કરતા થયા બાદ લોકોએ 5 રૂપિયા 10 રૂપિયા સુધીનું દાન કરી એક માનવતા મહેકાવી ખરેખર વિકાસશીલ ગુજરાત ડિજિટલ ગુજરાતમાં આજે પણ આટલી મોંઘવારીના યુગમાં પેટ કરાવે વેઠની પંક્તિને સાર્થક થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.