ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી મતદાન પત્રથી ચૂંટણી કરાવવા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

  • 8:22 pm February 8, 2024
ઈરફાન ખત્રી | રાજપારડી

 

ઝઘડિયા નાયબ કલેકટર મારફતે રાષ્ટ્રપતિને બીટીટીએસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

બી.ટી.એસ. ભરૂચ જિલ્લા તથા સર્વ સમાજ ઝઘડિયાડી વાલીયા, નેત્રંગ તાલુકા દ્વારા તરફથી રાષ્ટ્ર પતિ ને સંબોધીને આવેદનપત્ર ઝગડિયા એસ.ડી.એમ ને પાઠવી  ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી મતદાન પત્ર (બેલેટ પેપર) થી કરાવવા ની માંગ કરવામાં આવી હતી... વાલીયા, ઝપડીયા અને નેત્રંગ તાલુકાના સર્વે સમાજના તથા બી.ટી.ટી.એસ. ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્ર માં જણાવાયું છે કે ભારત માં લોકશાહી છે અને એમા ગ્રામ પંચાયતના સભ્યથી લઈ લોકસભાના સભ્ય સુધીની દર પાંચ વર્ષે લોકો દ્વારા ચૂંટીને સભ્યો મોકલવામાં આવે છે.છેલ્લા ઘણાં વર્ષોથી મતદાન પત્રની જગ્યાએ ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીનથી ચૂંટણીઓ યોજાય છે. શરૂઆતમાં આ પ્રક્રીયા સરળ લાગતી હતી, એમાં ફાયદા જણાતા હતો. પરંતુ ટેકાનોલોજીના જમાનામા અમને આ પધ્ધતી પર વિશ્વસનીયતા રહી નથી કારણ કે, દેશમા અને દુનિયામાં ટેકનોલોજી દ્વારા ફ્રોડ થવાના ધણા કિસ્સા બની રહ્યા છે. તો આમા પણ થઈ શકે?  જે દેશમાંથી આ ટેકનોલોજી અમલમા આવી ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીન બને છે. તે દેશ એટલેકે જાપાન. જાપાન દેશમાં મળતી માહિતી મુજબ અને સોશિયલ મિડીયા દ્વારા જાણવા મળેલ છે કે, જાપાનમાં ચૂંટણીઓ ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીન ના બદલે બેલેટ પેપરથી યોજાય છે. ટૂંકમાં ઉત્પાદન કરતા આ દેશને પણ આ પ્રક્રિયા વિશ્વસનીય નથી
ટેકનોલોજીમાં ખૂબ આગળ મોટા ધનાઢય દેશોમાં પણ ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીનનો ઉપયોગ થતો નથી. જેમકે અમેરીકા,
 ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીનથી મતદાતા મત આપે છે ત્યારે જે બટન દબાવે છે  જે પ્રક્રીયા થાય છે. તેમાથી સંતોષનો ભાવ લગીરે પૈદા થતો નથી. ઉલ્ટાનુ અસમંજસની સ્થિતી બને છે કે ખરેખર મત મારો મેં આપેલ ઉમેદવારને પડયો છે કે પછી ? બીજુ કે વી.વી.પેટ પર કાપલી દેખાય છે. પણ વોટીંગ મશીનમાં કંઈ દેખાતુ નથી. માત્ર બીપ નો અવાજ આવે છે.સુપ્રિમ કોર્ટમા પણ ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીનથી ચુંટણી નહી કરવા અંગે કેસ ચાલી રહયો છે.લોકશાહીમાં પાયામાં મતદાર હોય છે. માટે એકજ માંગણી છે કે હવે પછી આવનારી ચૂંટણી મતદાન પત્રથી જ થવી જોઈએ. આ મુદ્દાઓને ધ્યાને લઈ કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીનની જગ્યાએ મતદાનપત્રથી ચુંટણી કરાવવા માંગણી છે. જો આ માંગણી સ્વિકારવામાં નહી આવે તો  વિરોધ કરી સખત નિર્ણય કરતા પણ અચકાઈશુ નહી. તેવી ચીમકી પણ આપવામાં આવી છે.