ઝાડેશ્વર ગાયત્રી મંદિર અલખધામ ખાતે 26 મો નર્મદા જયંતી નિમિત્તે આજથી વિવિધ કાર્યક્રમોની શરૂઆત

  • 8:23 pm February 8, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

ઝાડેશ્વર ગાયત્રી મંદિરે ગાયત્રી મહાપુરાણ કથા  નિમિત્તે આજે પોથીયાત્રા યોજાય

મહોત્સવની ઉજવણી કરવાની શરૂઆત આજે પોથી યાત્રા યોજાઈ 16 મી સુધી મહોત્સવની ઉજવણી ચાલશે

ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે શ્રી શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અલગગિરિજી મહારાજના પાવન સાનિધ્ય માં 26 મો નર્મદા જયંતિ મહોત્સવ ની ઉજવણી થનાર છે જેના ભાગરૂપે આજે ગાયત્રી મહાપુરાણ કથા નો પ્રારંભ કરાયો

ગુજરાતની ગંગા સમાન નર્મદાનો આજથી 26 મો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી ની શરૂઆત આજે ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતેથી ગાયત્રી મહાપુરાણ કથા નો પ્રારંભ તથા 8 /2 /2024 થી 14 /2 /2024 સુધી રોજ બપોરે ત્રણ થી છ સમય દરમિયાન શ્રી શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર દ્વિતીય પીઠાઘીશ્વર માતા સત્યાનંદગિરિજી માતાજી કથા નું  રસપાન કરાવશે ત્યારે આજે આ કથા ની પોથીયાત્રા ઝાડેશ્વર ગાયત્રી મંદિરથી નીકળી ઝાડેશ્વર ગામમાં પરિભ્રમણ કરી પરત ઝાડેશ્વર ગાયત્રી મંદિરે પહોંચી હતી અને ત્યારબાદ કથાનો પ્રારંભ થયો હતો તથા તારીખ 14 તારીખે કથા ની પૂર્ણાહુતિ અને 15 ફેબ્રુઆરીના રોજ 51 કુંદી ગાયત્રી મહાયજ્ઞ સવારે 8:00 કલાકે તથા એ જ દિવસે સાંજે સંતવાણી ડાયરો જેમાં પ્રખ્યાત કલાકારો નામી કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવશે તથા તારીખ 16 /2 /2024 ને શુક્રવારના રોજ 26 મો નર્મદા જયંતિ મહોત્સવ માં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં સવા લાખ દિવડાની મહા આરતી ભવ્ય અન્નકૂટ ભવ્ય આતશબાજી નર્મદા મહાપૂજન 1000 નંગ સાદી અર્પણ મહા અભિષેક કેક કટીંગ સહિત મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું છે તો આ નિમિત્તે ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર પરિવાર દ્વારા પણ સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને માં નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં સહભાગી થવા આમંત્રિત કરી રહ્યા છે.