ભરૂચ જિલ્લા પોલીસ વડાએ પીએસઆઈની આંતરિક બદલીનો ગંજીફો ચીપ્યો, 22 પીએસઆઈની આંતરિક બદલી કરાઈ

  • 8:25 pm February 8, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

ભરૂચ જિલ્લા પોલીસ વડાએ પીએસઆઈની આંતરિક બદલીનો ગંજીફો ચીપ્યો હતો.જેમાં સાગમટે જિલ્લાના 22 પીએસઆઈની આંતરિક બદલીનો આદેશ કર્યો છે. જેમાં એસઓજી સહિતના પીએસઆઈની બદલીના હુકમ કરાયા છે.

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પી.આઈ. તેમજ પી.એસ.આઈ ની બદલી કરાઈ હતી. જે બાદ હવે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પણ જિલ્લા પીએસઆઈની આંતરિક બદલી કરતા જિલ્લાના વિવિધ પોલીસ મથકમાંથી 22 જેટલા પીએસઆઈની આંતરિક બદલી કરી નાખી છે. જેમાં વાત કરીએ તો ભરૂચ એ ડીવીઝનમાં ફરજ બજાવતા 05 પીએસઆઈ પી.એન.વલવીની જંબુસર પોલીસ મથકમાં બદલી કરાઈ છે.એચ.આર.સાઠેની અંકલેશ્વર રૂરલ,એસ.બી.સરવૈયાની દહેજ,એચ. એન.પટેલની પાનોલી,ડી.એ.ઝાલા જંબુસર,વી.એન. પંડયાની જંબુસર બદલી કરાઈ છે.જ્યારે તાલુકા પોલીસ મથકના મહિલા પીએસઆઈ એસ.આર. મેઘાણીની નબીપુર,આર.કે. દેસાઈની અંકલેશ્વર રૂરલ,મહિલા પીએસઆઈ એલ.બી. સૈની સાયબર ક્રાઈમ, ટી.આર. મોદીની ભરૂચ એ ડીવીઝન બદલી કરાઈ છે.

જ્યારે અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ મથક માંથી પી.એસ.આઈ ઓ.એસ.પાટીલ ભરૂચ એ ડિવિઝનમાં,કે.એચ.ત્રિવેદીની ભરૂચ તાલુકા પોલીસ મથકે, કે.ડી.મીર ની રાજપારડી પોલીસ મથકે, પી.કે રાઠોડની ઝઘડીયા જીઆઇડીસી પોલીસ મથકે બદલી કરાઈ હતી.તો શહેર એ ડિવિઝન પી.એસ.આઈ ડી. એ.ક્રિશ્ચયનની ભરૂચ તાલુકા પોલીસ મથક, અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પી.એસ.આઈ કે.એન.સોલંકીની જંબુસર પોલીસ અને પાનોલી પી.એસ.આઈ.એમ.એચ.વાઢેરની લિવ રિઝર્વ એટેચ એસ.ઓ.જી ખાતે બદલી કરી હતી. તેમજ એસઓ જી પીએસઆઈ આર.એસ ખાટાણાની વેડચ ખાતે બદલી કરાઈ છે.એ.યુ.દીવાન ભરૂચ બી ડીવીઝન, એન.આર.પરમાર હાંસોટ,ડી.એ.તુવર ની લિવ રિઝર્વ એટેચ પેરોલ ફર્લો સ્કોડ,વી.એન.પંડ્યાની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે બદલીનો હુકમ કરાયો છે.