ઝાલોદ પોલીસને જોઇ દારુ લઈને આવતા બે ઇસમો ફરાર: બાઇક અને દારુ પોલિસ દ્વારા જપ્ત કરાયું
- 5:42 pm February 9, 2024
45000 ની બાઇક અને 4830 નો દારૂ ઝડપાયો
ઝાલોદ પોલીસને ગેરકાયદેસર રીતે દારૂ લાવનાર વ્યક્તિની બાતમી મળેલ હતી તેના આધારે પોલિસ દ્વારા રાજસ્થાન બાજુ થી ધાવડીયાના ભૂરીઘાટી તરફ આવતા રસ્તા પર ચેકીંગમાં ઉભા હતા તે દરમ્યાન પોલીસને બાતમી વાળી અપાચી બાઇક જેનો નંબર GJ-06-EC-7867 જેને લઈ બે ઇસમો આવી રહેલ હતા રાત્રીનો સમય હોવાથી પોલિસ દ્વારા બાઇકને બેટરી મારી રોકવા ઇસારો કરેલ હતો. બાઇક પર સવાર બંને ઇસમો પોલીસને જોતા દૂરથી જ બાઇક લઇ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલિસ દ્વારા બાઈકનો પીછો કરાતા બંને ઇસમો દ્વારા બાઇક અને ઇંગ્લીશ દારૂ ભરેલ બેગ રોડની સાઈડમાં મૂકી અંધારાનો લાભ લઈ નાસી ગયેલ હતા. પોલિસ દ્વારા બેગની તલાસી લેતા તે બેગ માંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલો મળી આવેલ હતી જેની કિંમત અંદાજીત 4830 અને અપાચી બાઈકની કીમત 45000 થઈ કુલ 49830 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો અને નાસી ગયેલ બંને અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલિસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.