સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્રારા લીડરશિપ એન્ડ એનહાન્સીંગ સપોર્ટિવ સુપરવિઝનનો જિલ્લાકક્ષાનો વર્કશોપ યોજાયો

  • 6:07 pm February 9, 2024
જાકીર મેમણ‌‌‌ | ઈડર

 

તા. ૬ અને ૮ ફેબ્રુઆરી આરોગ્ય શાખાના ક્ષેત્રિય કામગીરી કરતા સુપરવાઈઝરઓ અને આઈસીડીએસ સુપરવાઈઝરઓનો લીડરશિપ એન્ડ એનહાન્સીંગ સપોર્ટિવ સુપરવિઝન જિલ્લાકક્ષાનો વર્કશોપ હિંમતનગર ખાતે યોજાયો હતો. આરોગ્ય,પરિવાર કલ્યાણ અને માતૃબાળ કલ્યાણ વિભાગમાં અનેકવિધ વિષય પર કામગીરી કરવાની રહે છે. સતત ચાલતી પ્રક્રિયામાં ક્ષેત્રિય કામગીરી કરતા કર્મચારીઓને નવા વિષયો અને જુદી જુદી સ્કીલની તાલીમ આપવામાં આવે તે જરૂરી અને આવકાર્ય બાબત હોઇ બે દિવસિય લીડરશિપ એન્ડ એનહાન્સીંગ સપોર્ટિવ સુપરવિઝનનો જિલ્લાકક્ષાનો વર્કશોપ યોજાયો હતો.આ બે દિવસીય વર્કશોપ સાબરકાંઠા આરોગ્ય શાખા, આઈસીડીએસ વિભાગ અને પ્રોજેક્ટ વૃદ્ધિ (એક્શન અગેઈન્સ્ટ હંગર ઈન્ડિયા)ની ટીમે સંયુક્ત રીતે આયોજિત કરી હતી. આ વર્કશોપનો ઉદ્દેશ્ય સહભાગીઓમાં લીડરશિપ અને કૉમ્યૂનિકેશન કૌશલ્ય કેળવવું અને તેઓને અસરકારક નેતૃત્વના કૌશલ્યથી સજ્જ કરવાનો હતો. જેનાથી તેઓ પ્રભાવશાળી સપોર્ટિવ સુપરવિઝન કરી શકશે અને ક્ષેત્રિયકક્ષાએ જન સામાન્યના મનોવલણ, રૂઢિગત માન્યતાઓ, પૂર્વગ્રહોમાં જરૂરી ફેરફારો લાવી આરોગ્યની યોજનાઓની સ્વીકૃતિમાં વધારો કરી શકાશે.

આ વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા, પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ મનીષા બ્રહ્મભટ્ટ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.એસ. ચારણ અને  પ્રોજેક્ટ વૃદ્ધિની ટીમ ઉપસ્થિત રહેલ.