ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગઢડા ખાતે ત્રી-દિવસીય રમોત્સવ યોજાયો

  • 6:20 pm February 9, 2024
જયરાજ ડવ | બોટાદ

 

યુવાનોમાં શારીરિક કૌશલ્ય વિકસે તથા યુવાનોમાં ખેલનું મહત્વ વધે તે આશય સાથે ગઢડાના ઇ.ચાર્જ આચાર્ય ડી.એન.લાઠીયા તથા ઇ.ચાર્જ ફો.ઇ જે.એમ.કંડોલીયાના માર્ગદર્શન હેઠળ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગઢડા ખાતે તા.૦૫-૦૨-૨૪ થી તા.૦૭-૦૨-૨૪ સુધી ત્રી-દિવસીય રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. 

જેમાં પરંપરાગત રમતો જેવી કે લીંબુ ચમચી, ખો-ખો, ત્રિપગી દોડ, દોરડા ખેંચ તેમજ ૨૦૦મીટર દોડ, વોલીબોલ, ક્રિકેટ વગેરે રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર રમોત્સવના સંયોજક તરીકે સુ.ઇ જી.બી.વાળાએ કામગીરી કરી હતી. તેમજ સહસંયોજક તરીકે સંસ્થાના દરેક સુ.ઇએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને સંસ્થાના દરેક તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન મેળવનાર વિજેતાને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.