લાલાવદર ગામે બે આંખલાઓ કુવામાં પડતા ફાયર વિભાગની ટીમેએ રેકયુ કરી બંને આંખલાઓને સહી સલામત બહાર કાઢ્યા

  • 6:21 pm February 9, 2024
મૌલિક દોશી | અમરેલી

 

અમરેલી તાલુકાના લાલાવદર ગામમાં પડતર કૂવામાં બે આખલાઓ ખાબક્યા હતા. સ્થાનિક લોકોએ અમરેલી ફાયર વિભાગની ટીમને જાણ કરી અને સ્થાનિક લોકોએ આખલાઓને કુવામાંથી બહાર કાઢવા પ્રયાસ હાથ ધર્યો હતો. અમરેલી ફાયર વિભાગની ટીમ આખલાને બહાર કાઢવા માટે લાલાવદર ગામમાં પહોંચી સ્થાનિકોની અને જેસીબીની મદદથી કુવામાંથી એક પછી એક બન્ને આખલાઓને બહાર કાઢયા હતા. આખલાઓને જીવીત બહાર કાઢવામાં સફળતા મળી હતી.થોડા મહિનાઓ પહેલા અમરેલી શહેરી વિસ્તારમાં મોટા ખાડામાં આખલો અંદર ઘૂસ્યો હતો અંતે નગરપાલિકા ટીમ અને ફાયર વિભાગ દ્વારા આખલાને બહાર કઢાયો હતો આમ સમગ્ર જિલ્લામાં પશુઓમાં રેઢિયાર આખલાઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે જેના કારણે અવાર નવાર આતંકની ઘટનાઓ અને કૂવા ખાડામાં પડી જવાની ઘટનાઓ વધી રહી છે.