સાપુતારા ઘાટમાર્ગમાં કપાસનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત ....

  • 8:33 pm February 9, 2024
સુશીલ પવાર | ડાંગ

 

પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ સાંજનાં સુમારે મહારાષ્ટ્રનાં સોલાપુરથી કપાસનો જથ્થો ભરી રાજકોટ તરફ જઇ રહેલ ટ્રક નં.જી.જે.03.બી. ડબલ્યુ 4264 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં યુ ટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડનાં સંરક્ષણ દિવાલ સાથે અથડાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવના પગલે ટ્રક સહિત કપાસનાં જથ્થાને જંગી નુકસાન થવા પામ્યુ છે.સદનસીબે આ બનાવમાં ટ્રક ચાલક અને કલિનરનો ચમત્કારી બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.