ચરાડવાથી દેવડીયા રોડમાં અકસ્માતને આવકારતો વીજપોલનો તાણીયો..!

  • 8:45 pm February 9, 2024
અમિત વિંધાણી, હળવદ

 

ચરાડવાથી સુરવદરનો રોડનું કામ છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે હમણાં થોડા સમય પહેલા છે ચરાડવાથી દેવળિયા સુધીનો રોડ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે રોડની બાજુમાં ખેતીવાડીને જોડતા વીજ પોલ આવેલા છે જે વીજપોલના તાણીયા જે હમણાં બનાવેલ નવા રોડની સાઈડ બરોબર છે ત્યારે વાહન ચાલકો જ્યારે ઓવરટેક કરવા જાય ત્યારે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે ત્યારે એ પણ જોવાનું રહ્યું કે આ રોડનું કામ ચાલુ હતું ત્યારે આરએનબીના અધિકારીઓ સ્થળ પર હાજર જ હોય તો તેમને શું આ અકસ્માતને નોતરતા તાણીયા નહીં દેખાણા હોય? શું આ લોકોએ pgvcl ને જાણ કરી હશે કે નહીં તે પણ એક ચર્ચાનો વિષય છે તો અકસ્માત થયા પહેલા વીજપોલના તાણીયા દુર કરવામાં આવે તેવી રાહદારીઓની માંગ છે હવે જોવાનું એ રહ્યું કે આ વીજપોલના તાણીયા ક્યારે હટશે?