હળવદ આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો અભાવ: પાંચ વર્ષથી એમડી, સર્જન સહિતના ડોક્ટરના અભાવથી દર્દીઓ રામ ભરોસે..

  • 8:55 pm February 9, 2024
અમિત વિંધાણી, હળવદ

 

હળવદમાં એક જ આરોગ્ય કેન્દ્ર છે તેમાં પણ વર્ષોથી મેડિકલ ઓફિસર, સર્જન, એમડી, ઓર્થોપેડિક ડોક્ટર આંખના ડોક્ટર સહિતના છ થી વધુ અધિકારીઓની જગ્યા ખાલી હોવાથી લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે હળવદ વાસીઓ રજૂઆત કરીને થાક્યા છતાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ આ દિશામાં કાર્યવાહી ન કરતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે હળવદમાં અનેક નેતાઓ છે પણ માત્ર રીબીનું કાપવા અને ફોટા પડાવવા માટે છે તેવું હળવદ વાસીઓ જણાવી રહ્યા છે આ બાબતે તંત્ર વહેલી છે કે જાગે અને દવાખાનામાં ડોક્ટરોની ભરતી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.