વાગરા: જોલવા નજીક આગળ ઉભેલી ટ્રક પાછળ બસ ભટકાઈ, 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા

  • 9:01 pm February 9, 2024
નઈમ દિવાન

 

ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને જઈ રહેલી લકઝરી બસ આગળ ઉભેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં બસમાં સવાર પાંચથી વધારે લોકોને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં. વાગરા તાલુકાની દહેજ GIDC માં ઘણી કંપનીઓ આવેલી છે તેના કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ખાનગી લક્ઝરી બસોનો ઉપયોગ કરવામાં આવે છે. આજરોજ ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીના કર્મીઓને લઈને બસ જઈ રહી હતી. તે દરમિયાન બસ જોલવા ગામ નજીક પહોંચતા આગળ ઉભેલી એક ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર પાંચથી વધુ કર્મચારીઓને ઇજાઓ પહોચતા 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાંજ આસપાસથી પસાર થતા લોકો પણ મદદે દોડી આવ્યા હતાં. જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.