છોટાઉદેપુર જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન કર્યું

  • 9:30 pm February 9, 2024
મયુદીન ખત્રી

 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓબીસી અંગેની અશોભનીય નિવેદન બદલ છોટાઉદેપુર જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શન અને પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને વધુમાં ખાસ જણાવવાનું કે રાહુલ ગાંધી બફાટ કરેછે કે મોદી સાહેબે 2000માં પોતાની જ્ઞાતિને ઓબીસીમાં સમાવી લીધી એ તદ્દન વાહિયાત અને જુઠ્ઠી વાત છે હું હિન્દુ તૈલી ઘાંચીમાં આવું છું અને મારી સાથે જ ઓ.બી.સી.નું જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વડોદરા નું બક્ષીપંચનું તા.13 .7. 97 નું બક્ષીપંચ નો પ્રમાણપત્ર છે જેથી આવી ખોટી વાહિયાત પાયા વિહોણી જે જાહેરાતો કરે છે. તેની સામે પોલીસ કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા છોટાઉદેપુર જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા એની માંગણી કરવામાં આવે છે.