કાવીના દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમાળની જાળમાં આવેલી વસ્તુ શિવલિંગ કે સ્ક્રેપ તપાસનો વિષય..

  • 9:43 pm February 9, 2024
રિઝવાન સોડાવાલા | ભરૂચ

 

સિલિકોનની અંદર કોઈ વસ્તુ નાખવાથી તે જાણ થયા બાદ તેને તોડી શકાતું નથી તેનો આ નમૂનો હોવાનો આરોપ

સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદ મહારાજે પણ કહ્યું આની સ્પષ્ટતા થયા બાદ જ સ્થાપના કરવા અનુરોધ..

જહાજ બનાવતા લંગરના સંચાલકોનો સંપર્ક કરતા તેઓએ કહ્યું આને શિવલિંગ ન કહેવાય સ્ક્રેપ કહેવાય..

કમલેશ્વર મહાદેવ મંદિર નજીક વધુ એક મંદિર બનાવવા લોકોએ દાન દક્ષિણાની પણ કરી અપીલ..

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કાવી કંબોઇના દરિયાકાંઠેથી કેટલાક માછીમારો માછીમારી કરવા ગયા હતા અને માછીમારી દરમિયાન કાવી બંદરથી 180 કિલોમીટર દૂરથી માછીમારોની જાળમાં એક અદભુત વસ્તુ આવી હોય તેનો આકાર શિવલિંગ જેવો હોવાના કારણે તેઓ શિવલિંગને લઈ કાવી કંબોઇના બંદરે પહોંચ્યા હતા અને તેમાં સાપ સહિત દેવી-દેવતાઓની પ્રતિમાઓ દેખાતી હોવાનું કહી દર્શન અને પૂજા પાઠ શરૂ કર્યા હતા તો આ શિવલિંગ છે તેવું સ્પષ્ટ કોણ કરશે તેવા સવાલો વચ્ચે અને કુતુહલો ઊભા થઈ ગયા છે.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના કેટલાક માછીમારો માછીમારી કરવા ગયા હતા અને માછીમારી દરમિયાન કાવી બંદરથી 180 કિલોમીટર દૂર માછીમારી કરવા ગયા હતા અને ત્યાં તેમની જાળમાં કોઈ વજનદાર વસ્તુ આવી ગઈ હતી શિવલિંગ જેવો આકાર હોય અને તેમાં સાપ જેવું હોય તથા સંખ અને દેવી-દેવતાની પ્રતિમા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ દેખાતા માછીમારો એ પણ શિવલિંગ હોવાની અનુભૂતિ કરી હતી અને હર હર મહાદેવના નાદ સાથે શિવલિંગ જેવી દેખાતી વસ્તુને બોટ મારફતે કાવી બંદરે લાવ્યા હતા અને કાવી ગામના કમલેશ્વર મહાદેવ મંદિરે લાવતા લોકો દર્શન અર્થે ઉમટ્યા હતા. ભજન કીર્તન પણ શરૂ થઈ ગયા હતા અને વજનદાર અને શિવલિંગ જેવા આકાર ધરાવતી વસ્તુમાં ચાંદીનો સાપ અને દેવી-દેવતા તથા શંખ હોવાનું જણાય આવતા શિવલિંગ હોવાનો આભાસ કરી તેની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

માછીમારની દીકરીએ પણ કહ્યું હતું કે રોજ પપ્પા મચ્છી પકડી લાવતા હતા. આજે તેમની જાળમાં શિવલિંગ આવી ગઈ છે અને આ શિવલિંગની અંદર ચાંદીનો સાપ તથા દેવી-દેવતા અને શંખ જેવું દેખાય છે અને તે વજનમાં એક ક્વિન્ટલથી વધુ હોવાનું તેમજ આજે આ શિવલિંગ જોઈને મને અનુભૂતિ થાય છે કે મારા પિતા રોજ મચ્છી લાવતા હતા આજે શિવલિંગ લાવ્યા છે

કાવી કંબોઈ ખાતે માછીમારોની મચ્છી પકડવાની જાળમાં શિવલિંગ જેવું હાથે લાગ્યું હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા અને સોશિયલ મીડિયામાં સતત ચર્ચાનું કેન્દ્ર બનતા આ શિવલિંગને જોવા માટે પણ લોકો સવારથી જ ઉમટી રહ્યા છે અને કમલેશ્વર મંદિરે શિવલિંગ જ્યાં મૂકવામાં આવ્યું છે તેની પૂજા અર્ચના કરવા સાથે ભજન કીર્તન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ શિવલિંગની સ્થાપના કમલેશ્વર મહાદેવ મંદિરમાં જ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને દર્શન અર્થે ભક્તો પણ મોટી સંખ્યામાં ઊંમટી રહ્યા છે

દરિયામાંથી માછીમારોને જે વસ્તુ મળી છે તે શિવલિંગ જ છે તેની સ્પષ્ટતા કોણ કરશે? આ પ્રશ્ન વચ્ચે અનેક સવાલો ઉભા થયા છે સૌપ્રથમ શિવલિંગ ક્યારેય પીળા કલરની હોતી નથી અને કાવી ગામના એક અગ્રણીએ કહ્યું કે આને શિવલિંગ કોણ સાબિત કરશે? એક સિલિકોન નામનું કેમિકલ જેવું પ્રદાથ આવે છે અને તેમાં જો સિલિકોન ભરવામાં આવે તો કોઈ પણ આકાર બની શકે છે અને તે મજબૂત થઈ જાય છે સાથે માછીમારોને મળી આવેલી વસ્તુ શિવલિંગ હોય તો તેની સ્થાપના પણ તે જ્યાંથી મળ્યું છે ત્યાં જ થવી જોઈએ અને સૌ પ્રથમ તો આની સ્પષ્ટતા કરી શિવલિંગ હોય તો તેની સ્થાપના કરવા માટે પોતાની વેદના વ્યક્ત કરી છે

કાવી કંબોઇના સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંતનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો મંદિરના મહંત વિદ્યાનંદ મહારાજે પણ કહ્યું હતું કે સૌ પ્રથમ તો ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માછીમારો જેને શિવલિંગ સમજે છે તે શિવલિંગ છે તેની સ્પષ્ટતા કરે અને જો શિવલિંગ હોય તો તે અંગે અભિપ્રાય આપી વિધિવત સ્થાપના કરવા માટેનું પણ તેઓએ કહ્યું છે પરંતુ તેમની તપાસમાં પણ આ શિવલિંગ છે કે સિલિકોન જેવા પદાર્થમાં સ્કેપ છે પરંતુ સૌ પ્રથમ આ વસ્તુ અંગે સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવ્યા અને તેની સ્થાપના કરવામાં આવે તેવી વ્યથા પણ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંતે વ્યક્ત કરી હતી

માછીમારોને દરિયામાંથી મળી આવેલ વસ્તુ શિવલિંગ છે તેમ સમજી હાલ તો તેની પૂજા પાઠ કરવા સાથે ભજન કીર્તન શરૂ થઈ ગયા છે અને કમલેશ્વર મહાદેવ મંદિરમાં જ આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી તેવો આગ્રહ કરવામાં આવી રહ્યો છે અને મંદિર માટે પણ દાન દક્ષિણા માટે પણ લોકો આશાઓ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ સૌ પ્રથમ તો આ શિવલિંગ છે જ તેનો સ્પષ્ટ અભિપ્રાય કોણ આપશે તેવા સવાલો વચ્ચે હાલ તો સમગ્ર મુદ્દો બની ગયો છે શિવલિંગ ઉપર હથોડા મળે તોડવાનો પ્રયાસ કરાયો હોય સાથે એકસો બ્લેડથી કાપવાનો પણ પ્રયાસ કરાયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે

કાવીમાં જે વસ્તુ મળી આવી છે તે શિવલિંગ છે તે અંગેની સ્પષ્ટતા કરાશે :- જંબુસર મામલતદાર

કાવીના માછીમારોને દરિયામાંથી જે વસ્તુ મળી છે તે શિવલિંગ છે તે અંગેની સ્પષ્ટતા કરવા માટે જંબુસરના મામલતદાર નો સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. તો તેઓએ પણ કહ્યું હતું કે વાત ધ્યાન પર આવી છે અને તે શિવલિંગ છે કે કેમ તે અંગેની સ્પષ્ટતા કરવા માટે જે તે વિભાગના અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવશે અને જો શિવલિંગ હશે તો તેની સ્થાપના કરવામાં આવશે અને શિવલિંગ નહીં હોય તો તે અંગે ઉચ્ચ અધિકારીઓ જે કાર્યવાહી કરવાની હશે તે કરનાર હોવાનું પણ જંબુસરના મામલતદારએ કહ્યું છે.