ભાવનગર એસ.ઓ.જી.પોલીસ સ્ટાફ દ્વારા એમ.જે.કોમર્સ કોલેજ ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

  • 9:48 pm February 9, 2024

 

ભાવનગર રેન્જના આઇ.જી.પી. ગોત્તમ પરમાર તથા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ ભાવનગર શહેર નાઓએ ભાવનગરના યુવાધન ડ્રગ્સ જેવા નશીલા તેમજ જીવલેણ પદાર્થોનો ઉપયોગ તથા ગેરકાયદેસર હેરાફેરીથી દુર રહેવા તથા આ બદીને સમાજમાંથી ખતમ કરવા અપીલ કરવામાં આવેલ છે.

જે અનુસંધાને તા.૦૯/૦૨/૨૪ ના ક.૧૧/૩૦ વાગ્યે ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એ.આર.વાળા સાહેબનાઓ એસ.ઓ.જી. સ્ટાફનાં માણસો દ્વારા એમ.જે કોમર્સ કોલેજમાં ડ્રગ્સ અવેરનેસ અંગે કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં પી.આઇ. એ (૧)ડ્રગ્સ થી થતુ નુકશાન (૨)ડ્રગ્સ લેનાર ના લક્ષણો (૩) ડ્રગ્સની ઓળખ તેમજ ડ્રગ્સ થી બચવાના ઉપાયની જણકારી આપેલ તેમજ, ડ્રગ્સ તથા વ્યસનના રાહે જઈ અનેક યુવાનો પોતાની જીંદગી બરબાદ કરી નાખે છે, જેનો ભોગ તેના સમગ્ર પરીવારને પણ બનવુ પડે છે. અને સમાજનું ભાવી પણ ડ્રગ્સ ના કારણે અંધકારમય બને છે. ત્યારે તમામ નાગરીકો સહભાગી થઇએ અને ડ્રગ્સ તથા કેફી પદાર્થોને સમાજમાથી તિલાજલી આપી સ્વસ્થ તેમજ સ્વસ્થરાષ્ટ્રનું નિર્માણ કરીએ તે અંગે ૨૨૫ યુવા વિદ્યાર્થીઓ ને શપથ લેવડાવવામાં આવેલ હતા.