પાટણ જીલ્લા સેવા સદન ખાતે સંચારીરોગ અટકાયત અંગેની જીલ્લા સર્વેલન્સ અને સંકલનની મિટિંગ યોજાઈ

  • 3:50 pm February 10, 2024
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ જીલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અઘ્યક્ષતામાં સંચારીરોગ અટકાયત અંગેની  સર્વેલન્સ અને સંકલનની મિટિંગ યોજવામાં આવી હતી.

આ મિટિંગ દરમિયાન પાણીજન્ય રોગો અંગે, વાહકજન્ય રોગો અંગે, વેક્સિન પ્રિવેન્ટેબ્લ ડીસિઝ અને કોરોના  કેસ વિશે વિશદ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન દ્વારા સંબધિત વિભાગ પાસેથી માહિતી મેળવી સંચારીરોગ અટકાયત અંગે કેટલાક  સૂચન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર  અરવિંદ વિજયન ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.