હિંમતનગરના રાજેન્દ્રનગર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન અંબાજીમાં પાર્ક કરેલા વાહનોમાંથી ચોરી કરનાર ઈસમ ઝડપાય

  • 3:52 pm February 10, 2024
જાકીર મેમણ‌‌‌ | ઈડર

 

નવ મોબાઈલ સહીત 2.58 લાખનો મુદ્દામાલ મળી આવ્યોહિંમતનગર (જીજ્ઞેશ સોની): સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર થી શામળાજી નેશનલ હાઇવે પરથી ગાંભોઈ પોલીસે વાહન ચેકિંગ કરતા સમયે અંબાજીમાં પાર્ક કરેલા વાહનોમાંથી ચોરી કરનાર શખ્સને ઝડપી લીધો છે અને તેના પાસેથી કાર સાથે નવ મોબાઈલ મળી રૂ 2.58 લાખનો મુદામાલ મળી આવ્યો હતો જેને લઈને ગાંભોઈ પોલીસે 41(1) ડી મુજબ ડીટેન કરીને ચોરી કરેલો મુદ્દામાલ અને કાર 102 મુજબ કબજે લઈને અંબાજી પોલીસને શખ્સ અને મુદ્દામાલ સોપ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે,હિંમતનગરના રાજેન્દ્રનગર ચેકપોસ્ટ ખાતે ગાંભોઈ પોલીસ સ્ટેશનના PSI વી.આર.ચૌહાણ સાથે સ્ટાફના ભાવેશકુમાર અને રાજેન્દ્રસિંહે ગુરુવારે બપોરના સમયે વાહન ચેકિંગ કરતા હતા દરમિયાન હોન્ડા કંપનીની સિલ્વર કલરની કાર GJ-01-HJ-0917 ને ઉભી રાખી તેમાં તપાસ કરતા કારમાં અલગ અલગ મહિલા અને પુરુષના પર્સ ,અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-9,એક ટેબ્લેટ,વાહનોની અલગ અલગ કારની ચાવીઓ, કારના આગળના ભાગે ખાલી સાઈડના ડ્રોવર સોનાની ચેન મળી આવી હતી.આ તમામ ચીજવસ્તુઓ વિશે પૂછ પરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો.જેને લઈને કાર ચાલકને વધુ સઘન પૂછ પરછ કરતા કાર માંથી મળી આવેલ સર સામાન બનાસકાંઠાના દાંતા તાલુકાના અંબાજી માતાજીના મંદિરેના પાર્કિંગમાં પાર્ક કરેલ કારો માંથી ચોરી કરી લઇ આવેલાનું કબુલ્યું હતું.ત્યારબાદ ગાંભોઈ પોલીસે અંબાજી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ,પર્સ અને સોનાની ચેનની ચોરી થયા અંગેની માહિતી મળી હતી.

ગાંભોઈ પોલીસે કાર ચાલક અમદાવાદના વટવા મહાલક્ષ્મી ચાર રસ્તા પર આવેલ મંથન એપાર્ટમેન્ટમાં 507 નંબરના મકાનમાં રહેતા સંતોષકુમાર સીતારામ દુબેના કબજાની કાર,કારમાંથી મહિલાના પર્સ, તથા પુરુષના પર્સ,અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ 9,એક ટેબ્લેટ,કારની ચાવીઓ,20 કેરેટ અંદાજીત વજન 19.580 ગ્રામ સોનાની ચેન વિગેરે સામાન રૂ.2,58,382 નો મુદ્દામાલ મળી આવેલ જે CRPC 41(1)ડી મુજબ ડીટેન કરીને સાથે ચોરીનો મુદ્દામાલ અને કાર 102 મુજબ કબજે લીધો હતો.ગાંભોઈ પોલીસે ઝડપેલ કાર ચાલક,કાર,ચોરીનો મુદ્દામાલ મળી રૂ.2,58,382 નો અંબાજી પોલીસ સ્ટેશનમાં આપ્યો હતો.

આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના PSI વી.આર.ચૌહાણે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજેન્દ્રનગર ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયેલ અમદાવાદના વટવા નો સંતોષકુમાર દુબે જે અંબાજી માતાજીના મંદિરમાં પાર્કિંગ પાર્ક કરેલ વાહનોને પોતાની પાસેની ચાવીઓ વડે ખોલીને તેમાંથી સરસામાન ચોરી કરી લેતો હતો.જેને મુદામાલ સાથે અંબાજી પોલીસ સ્ટેશનમાં સોપ્યો છે.