સમી તાલુકાના વરાણા ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ ખોડીયાર માતાજીના મંદિર ખાતે આજથી 15 દિવસ મેળા નું ઉદઘાટન કરાયુ....

  • 3:54 pm February 10, 2024
અનિલ રામાનુજ | રાધનપુર

 

પ્રારંભિક મેળામાં 15 દિવસની અંદર 25 લાખથી વધુ યાત્રિકો દર્શનાર્થે પહોંચે છે: વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર વરાણા ખોડીયાર ધામ ખાતે લોકો તલની સાનિની પ્રસાદ કરે છે..

પાટણ જિલ્લાના સમી તાલુકાના વઢીયાર પંથક ની અંદર વરાણા ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વઢીયાર પંથકના આસ્થા નું કેન્દ્ર ગણાતા ખોડીયાર વરાણા ધામ ખાતે આજથી મહા સુદ એકમથી પૂનમ સુધી 15 દિવસ સુધી ભવ્ય લોકમેળો યોજાય છે.જે મેળાની અંદર અંદાજિત 15 દિવસની અંદર 25 લાખથી વધુ યાત્રિકો દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પહોંચે છે.ઐતિહાસિક અને ભવ્ય મેળાની અંદર માં ખોડીયારના દર્શન કરવા સમગ્ર દેશ અને વિદેશની અંદરથી લોકો વરાણા ધામ ખાતે પહોંચે છે.

વરાણા ધામ ખોડીયાર માતાજી ના મંદિર ખાતે આજરોજ મેળાનું ઉદ્ઘાટન  કરવામાં આવ્યું હતું.જેમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર , રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી , ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી અને વહીવટી અધિકારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગ્રામજનો ની ઉપસ્થિતિ ની અંદર અને રાધનપુર પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને તલાજી વજાજી ઠાકોર ડેલીકેટ ની વિશેષ ઊપસ્થિત માં ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર વરાણા ખોડીયાર ધામ ખાતે લોકો તલની સાનિની પ્રસાદ કરે છે.અને ભવ્ય લોકમેળો જોવા અને મેળો માણવા માટે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત અને દેશભરના તેમજ  સૌથી વધુ પાટણ જિલ્લાના વિસ્તારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે અને મેળો માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.