અમરેલીના ધારાસભ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે રૂ.7.51 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુરત કરાયું

  • 4:01 pm February 10, 2024
મૌલિક દોશી | અમરેલી

 

અમરેલી શહેરમા નગરપાલિકાના કામો રૂ.7.51 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી શહેરના વિવિધ વિસ્તારમાં આર.સી.સી. રોડ સહિતના વિકાસકાર્યોનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. જેમા શહેરના હનુમાનપરા વિસ્તારની રણુજાધામ સોસાયટી ખાતેથી કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ વીથ ટ્રીમીક્સ,વિઅરીંગ કોટ રોડ, અને સાઈડ પેવીંગ બ્લોક નાખવામાં આવશે. આ વિકાસના કામો નાયબ મુખ્ય દંડક કૌશીક વેકરીયા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે ખાતમૂર્ત કરવામાં આવ્યું હતુ. જેમાં નગરપાલિકાના પ્રમુખ બિપીન લીંબાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, અગ્રણી મુકેશ સંઘાણી, નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન, સદસ્યો ટીમ સ્થાનિક અગ્રણીઓ અને રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.