નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રમત્સોત્સવનો નાયબ મુખ્ય દંડક કૌશીક વેકરીયાના હસ્તે આરંભ

  • 4:02 pm February 10, 2024
મૌલિક દોશી | અમરેલી

 

અમરેલી શહેરમા વિદ્યાસભા ડી.એલ.એસ.એસ.ના પ્રાંગણમાં મશાલ પ્રજ્વલ્લિત કરી રમતોત્સવની શરુઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ વિદ્યાર્થી જીવનમાં રમત ગમતનું શું મહત્વ છે તે બાબતે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ અને કહ્યુ હતું કે આ રમતોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સમગ્ર રાજ્યમાં અમરેલી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા છે. આ પ્રસંગે તેમણે કાર્યક્રમના આયોજન બદલ અમરેલી નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ ઈફકોના ચેરમેન દિલિપ સંઘાણીએ પ્રવચન દરમ્યાન કહ્યું હતું કે, રાજ્યભરના ખેલાડીઓ રમત ગમતમાં આગળ વધે તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.રાજ્યમાંથી ઓલિમ્પિક કક્ષાએ ભાગ લઈ શકે તે માટે ખેલાડીઓ તૈયાર થાય તે આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે આ કાર્યક્રમના આયોજન બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને શુભકામનાઓ પાઠવી અને પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત પણ કરી હતી.કાર્યક્રમના પ્રારંભે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી તેમજ અમર ડેરી વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, નગરપાલિકાના પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા, જિલ્લા શિક્ષાણાધિકારી ગોહિલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી આશિષભાઈ જોશી, નગરપાલિકાના સદસ્યો,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યો, કેમ્પસના ડિરેક્ટર, રમતોત્સવના દાતાઓ, વિવિધ શાળાના આચાર્ય શિક્ષકઓ અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા