રાધનપુર: પાણી નહિ આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોની ચીમકી...

  • 9:12 pm February 10, 2024
અનિલ રામાનુજ

 

વર્ષ 2014- 15 દરમિયાન નાખવામાં આવેલ લાઈન માં આજદિન સુધી ખેડૂતો ને પાણી મળ્યું નથી: ખેડૂત

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામ અને ગોકુળપૂરા ખાતે નર્મદા નિગમ કેનાલ માં પાણી નહિ આવતા ખેડૂતો એ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની  ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અહીંયા વર્ષ 2014- 15 દરમિયાન નાખવામાં આવેલ લાઈન માં આજદિન સુધી ખેડૂતો ને પાણી મળ્યું નથી જેને લઇને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.એક તરફ ખેડૂતો ને પાણી  નથી મળી રહ્યું અને ખારા પાણીના કારણે ખેડૂતો નાં પાકમાં નુકશાન થયું હોવાની વિગતો સામે આવી હતી. ખેતરો માં ખારા પાણી પાકમાં પાવાથી ખેતર ખારા થઈ ગયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ખેડૂતો એ જણાવ્યું હતુંકે એ ઉચ્ચ કક્ષાએ આ બાબત ની રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધીમાં પાણી મળ્યું નથી જેને લઇને ખેડૂતો માં ભારે રોષ જોવા મળ્યો હતો અને આવનાર લોકસભાની ચૂંટણીમાં ગ્રામજનોએ ચુંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગામનાં ખેડૂતોએ જણાવ્યુ કે કોન્ટ્રાકટરો ખાલી ચોપડે કામગીરી કરી પૈસા ચાંઉ કરી જાય છે અને  કોન્ટ્રાક્ટરો ની બેદરકારી નાં કારણે ખેડૂતો વારંવાર ભોગ બની રહ્યા છે. કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે.જેમાં રાધનપુરના ગોકુળપૂરા ગામનાં ખેડુતોએ પાણી નહિ પહોંચે તો આવનાર લોકસભા ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ વધુમાં જણાવતા કહ્યું હતું કે  છેલ્લા 12 વર્ષ થી ગામનાં ખેડૂતો ને પાણી નથી મળ્યું અને ગામનાં ખેડુતોએ ખારા પાણી નો ઉપયોગ કરી વાવેતર કરેલ પાકમાં ખારા પાણી આપતા ખેતર ની જમીન પણ ખારી થઈ ગઈ હોવાની વાત વ્યકત કરી હતી.અને આવનાર સમય માં જો નર્મદા નું પાણી કેનાલ માં નહિ આવે તો લોકસભાની ચુંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.