ધરમપુરના આવધા ધાટમાં પર સેલવાસ સ્કુલ બસમાં અચાનક લાગી આગ: બસ બળીને ખાક, કોઈ જાનહાની નહિ

  • 9:13 pm February 10, 2024
અશ્વિન ભાવર

 

સેલવાસ થી વિધાર્થી અને વિધાર્થીનીઓથી ભરેલી બસ ધરમપુર તાલુકાના વિલ્સન હિલ તરફ જતાં આવતા આવધા ગામના ધાટમાંથી પસાર થઇ રહેલી બસમાં અચાનક આગ લાગવાથી બસ બળીને ખાખ થઇ જવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

ધરમપુર તાલુકાના આવધા ધાટમાંથી પસાર થઇ રહેલી બસ અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આ બસ સેલવાસની છે.જેમાં સ્કુલના વિધાર્થી અને વિધાર્થીનીઓ સવાર હતા.

હાલમાં બસમાં સવાર કોઈની પણ જાનહાની થયાની ખબર મળી નથી આ ગગની ઘટના બન્યા ને તરત જ એવા સવાર વિધાર્થી- અને વિધાર્થીનીઓ બસમાંથી ઉતારી ગયા હતા. બસ ડ્રાઈવર- અને કંડકટર પણ સમયસુચકતા વાપરી નીચે ઉઅત્રી ગયા હતા પણ બસ આગમાં બળીને ખાખ થઇ ગઈ હતી.