નરેન્દ્ર મોદીના વરદ હસ્તે યોજાયેલ આવાસ યોજનાના વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં ઝાલોદ તાલુકાના કંબોઇઘામ ખાતે ધારાસભ્ય મહેશ ભૂરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો

  • 9:15 pm February 10, 2024
પંકજ પંડિત

 

દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઇ-લોકાર્પણ કાર્યક્રમો યોજાયો જેમાં કંબોઇ ઘામ ખાતે મોટા પ્રમાણમાં આ પ્રોગ્રામ જોવા લોકો આવેલ હતા. આ પ્રોગ્રામનું શુભારંભ મહેશ ભૂરિયા દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું અને ત્યાર બાદ સ્વાગત ગીત યોજાયું હતું.ઉપસ્થિત સહુ મહેમાનોનું સ્વાગત મંચંસ્થ સ્થાને થી કરવામાં આવ્યું હતું. 

ઝાલોદ તાલુકાના આવાસ મેળવનાર દરેક લોકોને ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા કળશ અને ચાવી આપી નવાં આવાશની શુભકામના આપવામાં આવેલ હતી. 
દાહોદ જિલ્લામાં કુલ ૧૩૧૩૮ આવાસોનું લોકાર્પણ કરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇ-લોકાર્પણ કાર્યક્રમો યોજાયો. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોના ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો છે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયો

ઝાલોદ તાલુકામાં ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું  જેમાં મોટી સંખ્યામાં જીલ્લા સભ્યો, તાલુકા સભ્યો, વિવિધ ગામના સરપંચો, આગેવાનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતાં. મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો.