રાધનપુર ખાતે વિજ ડીપી ઉપર લિલિવેલનું સામ્રાજ્ય: વીજ વાયર સાથે લીલીવેલ વીંટળાયેલી હોય શોર્ટ સર્કિટ અને અકસ્માત થવાની શક્યતા..

  • 9:16 pm February 10, 2024
અનિલ રામાનુજ

 

 

રાધનપુરમાં ગત રવિવારે શહેરમાં વીજ વાયરોનું સમારકામ કરવાને કારણે 10 કલાક વીજકાપ આપ્યો હોવા છતાં શહેરમાં અનેક જગ્યાએ વીજવાયર અને ડિપી ઉપર લીલી વેલ અને બાવળ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે: UGVCL ની કામગીરી સામે અનેક સવાલો...

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર ખાતે હાઇવેથી શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલ વૃંદાવન સોસાયટી નજીક Ugvcl દ્વારા નાખેલ ટ્રાન્સફોર્મરના વીજ પોલ પર લીલીવેલ લપેટાઈ છે.જે UGVCL ની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે. એટલું જ નહિ પણ રાધનપુર શહેરમાં અનેક જગ્યાએ હજુપણ લીલા બાવળ અને લીલી વેલ વીજવાયર નજીક જોવા મળી રહ્યા છે. રાધનપુર મસાલી રોડ ખાતે પણ પ્રવેશતા જ આ દ્રશ્યો જોવા મળ્યા તો રાધનપુર નાં વૃંદાવન સોસાયટી નજીક આવેલ ડીપી માં લીલિવેલ નું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને બિલકુલ એની સામેના ભાગે પણ વીજવાયર ઉપર લીલા બાવળ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.ત્યારે UGVCL ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

વૃંદાવન સોસાયટી નજીક આવેલ ડીપી વીજપોલ પર વિંટળાયેલી લીલી વેલ વીજ વાયર સાથે પણ વીંટળાયેલી  હોઇ ગમે ત્યારે શોર્ટ સર્કિટ થઈ અકસ્માત થવાની સંભાવના જોવા મળી રહી છે. ત્યારે મહત્વનું છે કે રાધનપુર શહેરમાં ગત રવિવારે જ શહેરમાં વીજ વાયરોનું સમારકામ કરવાને કારણે દસ કલાક વીજકાપ આપ્યો હતો.પરંતુ રાધનપુર ખાતે અનેક જગ્યાએ હાલમાં પણ લીલી વેલ સહિત લીલાં બાવળ વીજપોલ પર જોવા મળી રહ્યા છે.ત્યારે થયેલ કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે કેમ કે આ દ્રશ્યો છે રાધનપુર શહેરના મુખ્ય માર્ગો નાં જ્યાં બિલકુલ સમારકામ જોવા મળ્યું નથી કે કોઈ કામગીરી જોવા મળી નથી સતત 10 કલાક વીજકાપ કર્યા બાદ પણ શહેરના મધ્યે અને મુખ્ય માર્ગો પર કામગીરી ને લઇને અનેક સવાલો ઉભા થાય તેવું જોવા મળી રહ્યું છે.

વીજ કંપની દ્વારા જાહેરમાર્ગ નજીક ઉભેલા વીજ પોલ પરથી વેલ દૂર કરવામાં આવી નથી.તો અનેક જગ્યાએ હજુ લીલા બાવળ વીજપોલ સાથે વિંટાયેલ જોવા મળી રહ્યા છે જેને લઇને ક્યારેક મોટો વીજ ફોલ્ટ સર્જાવાની શક્યતા જણાઈ રહી છે.