રાજપીલા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના રમતોત્સવ 2024 અંતર્ગત ચેસ સ્પર્ધામાં તિલકવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યાં

  • 9:22 pm February 10, 2024
વસિમ મેમણ

 

બાળવાટીકા નો બાળક જિલ્લા કક્ષાએ ચેસ સ્પર્ધા માં પ્રથમ ક્રમાંક મેળવ્યો

પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે રમતોત્સવ 2024 અંતર્ગત અંડર ઇલેવન ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તિલકવાડા પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થી અને બે વિધાયરથીનીએ પ્રતિનિધિત્વ કરી ચેસ સ્પર્ધામાં ભાગ લેતા પ્રથમ ક્રમાંક અને દ્વિતીય ક્રમાંક મેળવતા પ્રાથમિક શાળા નું ગૌરવ વધારતા તાલુકા વાસીઓ માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

ઉલ્લેખનીએ છે કે વિદ્યાર્થીઓમાં ખેલ પ્રત્યે રુચિ કેળવાય અને રમત ગમત માટે પ્રોત્સાહિત થાય તે માટે સરકાર તરફથી અનેક વખતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે જેના અંતર્ગત તિલકવાડા તાલુકા મથકે રમતોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાની વિવિધ શાળા ના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધા માં ભાગ લીધો હતો આ પ્રતિયોગીતા માં તિલકવાડા પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીની ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવતા તેઓ રાજપીપલા જિલ્લા કક્ષાએ રમતોત્સવ 2024 અંતર્ગત ચેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં જિલ્લા કક્ષાએ અંડર 11 ચેસ સ્પર્ધામાં તડવી સ્લોકકુમાર અજયકુમાર પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જ્યારે જીયા ફાતિમા રાઠોડ દ્વિતીય ક્રમાંકે મેળવ્યો હતો તદઉપરાંત અંદર 14 ચેસ સ્પર્ધામાં મન્સૂરી અકસાબાનું દ્વિતીય ક્રમાંક મેળવતા શાળાનું ગૌરવ વધાર્યું હતું ત્યારે તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકો અને તમામ વિધાર્થીઓએ ત્રણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને શાળા ના તમામ બાળકો ને ચોકલેટ આપી સ્કૂલ પ્રસાસન દ્વારા ખુશી વ્યક્ત કરી હતી અને આવી સ્પર્ધા માં દરેક વિધાયર્થીઓએ ભાગ લેવા માટે શાળા ના શિક્ષકોએ દરેક વિદ્યાર્થી ને સમજ આપી હતી ત્યારે પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી જિલ્લા કક્ષાએ વિજયી થતા તાલુકાના લોકો માં પણ ખુશી ની લાગણી જોવા મળી રહી છે.