સાપુતારા ખાતે નોટીફાઇડ એરીયા કચેરી દ્વારા ફરવા આવતા પ્રવાસીઓ માટે પ્રવાસી માહિતી કેન્દ્રનો પ્રારંભ..

  • 9:23 pm February 10, 2024
સુશીલ પવાર

 

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે બારે માસ પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહે છે.વધુમાં ડાંગ જિલ્લો એ પ્રકૃતિ સભર જિલ્લો છે તેથી સાપુતારા અને ડાંગ જિલ્લો એ પ્રવાસીઓની સૌથી પહેલી પસંદ હોય છે.જેના કારણે સાપુતારા ખાતે દરેક ઋતુઓમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.જેને અનુલક્ષીને સાપુતારા નોટિફાઇડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર ડૉ ચિંતન વૈષ્ણવ દ્વારા સાપુતારા સ્વાગત સર્કલ પાસે પ્રવાસીઓને સાપુતારામાં અગવડતા ન પડે તે માટે પ્રવાસી માહિતી કેન્દ્રનું પ્રારંભ કરવામાં આવ્યુ છે.સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓને 24 કલાક મદદ મળી રહે તે હેતુથી આ ઇન્ફોર્મેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.આ ઇન્ફોર્મેશન સેન્ટર પર નોટિફાઇડ કર્મચારીઓ હાજર રહેશે અને પ્રવાસીઓને સંપૂર્ણ માહિતી પૂરી પાડશે.આ પ્રવાસી સહાયતા કેન્દ્ર નવ નિયુક્ત હાજર થયેલ ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો છે.ત્યારે સાપુતારાનાં સ્વાગત સર્કલ પાસે ઇન્ફોર્મેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવતા પ્રવાસીઓને ડાંગ સહીત સાપુતારાની તમામ માહિતી મળી રહશે અને પ્રવાસીઓ અટવાશે નહી. સાપુતારા ખાતે પ્રથમ વખત પ્રવાસીઓ માટે પ્રવાસી માહિતી કેન્દ્ર નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવતા ફરવા આવતા પ્રવાસીઓએ ચીફ ઓફિસર ડૉ ચિંતન વૈષ્ણવનાં હકારાત્મક અભિગમને બિરદાવ્યો હતો..