છોટાઉદેપુર તાલુકાના એસ. એન. કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી રોગ અંગે જન જાગૃતિ ભવાઈ કાર્યક્રમ યોજાયો

  • 5:31 pm February 12, 2024
અલ્લારખા પઠાણ | છોટાઉદેપુર

 

છોટાઉદેપુર તાલુકાના એસ. એન. કોલેજ, છોટાઉદેપુર અને  સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તરફથી જય મોગલ યુવક મંડળ, તુરી (બારોટ) મુકેશભાઈ. આર. અને તેમની સમગ્ર ટિમ દ્વારા ભવાઈનો પ્રોગ્રામ કરેલ હતો. જેમાં ટીબી  રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સી.બી. ચોબીસા ના અધ્યક્શ સ્થાને અને મા.જિલ્લા ક્ષય અધિકારી ડૉ.ભરતસિંહ ચૌહાણના માર્ગદ્ર્શન હેઠળ તાલુકા હેલ્થ અધિકારી ડૉ.મનહરભાઈ રાઠવા સાહેબના સહયોગથી  ટીબી સુપરવાઇઝર  મનહરભાઈ વણકર STS, અને  શ્રી પરેશભાઈ STLS  આ ઉપરાંત પીએચસી ના મેડિકલ ઓફિસર ડોક્ટર ,એસ આઈ  તેમજ  સીએચઓ, મલ્ટીપર્પજ હેલ્થ વર્કર સ્ટાફનર્સ આશા વર્કર બહેનો તેમજ લેબ ટેક્નિશિયન  અને લગભગ 3000 થી વધારે જનમેદની ઉપસ્થિત રહી તેમાં જનજાગ્રુતી અભિયાન અંતર્ગત ટીબી રોગ વિશે વિસ્તુ઼ઁત માહિતી ભવાઈ ની ટીમ દ્વારા આપવામાં આવી. વડાપ઼ધાન  નરેન્દભાઈમોદી ના 2025 માં ટીબી રોગને ભારતમાંથી નાબુદ કરવાના સ્વપ્નને સાકાર કરવા ભવાઈ નું આયોજન કરેલ હતું. દરેક વ્યકિતને મફત સારવાર મળે નિકસ્ય પોષણ યોજના હેઠળ દર મહિને રૂપિયા 500 દર્દિના બેંક ખાતામાં જમા થાય. નિ:શુલ્ક તપાસ થાય એમ તાલુકા ટીબી સુપરવાઇઝર મનહરભાઈ વણકર તેમજ ભવાઇ ની ટીમ  દ્વારા  ભવાઈમાં ઉપસ્થિત રહેલા લોકોને ટીબી રોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લોકોને આ ભવાઈ જોઈને ઉત્સાહિત રીતે આ પ્રોગ્રામ જોઈ   સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.