હિંમત વિધાનગર અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે પ્રાઈમરી ભવનનુ ખાતમુર્હુત સાથે અન્ય કાર્યક્રમો યોજાયા

  • 5:32 pm February 12, 2024
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વારાહી હાઇવે પર આવેલ અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ હિંમત વિધાનગર ના સ્થાપક  હિંમતલાલ મુલાણી કોલેજ ખાતે પ્રાઈમરી ભવન નુ ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિગજી સોલંકી અને ઇસ્કોન ગુપ ના ચેરમેન પ્રવિણભાઈ કોટક તેમજ સાધુ સંતો ઊપસ્થિત રહ્યા હતા.જેમાં સંત જાનકીદાસ બાપુ અને કથાકાર  રમાબેન હરિયાણી અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિ માં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

શંકરલાલ દીપચંદ ભાઇ હાલાણી  પ્રાઇમરી ભવન નુ ખાત મુહુર્ત અને અન્ય કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દાતા અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિ માં આ પ્રસંગે અલગ અલગ સાત કાર્યક્રમમાં યોજાયા હતા. જેમાં કોલેજના ટ્રસ્ટી રાયચંદ દાદા ને ૭૫ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી હતી તેમનું એક પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું સાથે સાથે ટ્રસ્ટીઓ અને દાતાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો.