હારીજ મામલતદારની આત્મહત્યામાં મોટો ખુલાસો, અઠવાડિયા પહેલા મૂકી હતી ફેસબુક પોસ્ટ

  • 5:51 pm February 12, 2024
અનિલ રામાનુજ | રાધનપુર

 

પાટણ જિલ્લાના હારીજનાં મામલતદાર વિનુંભાઈ પટેલના આપઘાત નો મામલો હાલ પાટણ જિલ્લામાં ચર્ચા નો વિષય બન્યો છે. મામલતદાર નાં મોત બાદ પોલીસ તપાસ પણ શરૂ થઈ છે ત્યારે હારીજ મામલતદારની આત્મહત્યામાં મોટો ખુલાસો જોવા મળ્યો છે.જેમાં મામલતદાર વિનું પટેલ 6 દિવસ પહેલા કોઈએ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોયઅને  વિનુ પટેલ નાં નામે કોઈને પૈસા માંગે તો નાં આપવા જણાવ્યું હતું.જેને લઇને હાલ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. કેમ કે વિનુભાઈ પટેલ એ પોસ્ટ વાયરલ કરી લોકોને પૈસા નાં આપવા જાણ કરી હતી અને ફ્રોડ ફેસબૂક એકાઉન્ટ બન્યા ની જાણ કરવામાં આવી હતી. જે પોસ્ટ માં તેઓએ જણાવ્યું હતું કે મારા નામની નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી કોઈ વ્યક્તિ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનો ખુલાસો કર્યો હતો.જેને લઇને હાલતો હારીજ મામલતદાર નાં મોત મામલે ઘૂંટાતું રહસ્ય જોવા મળી રહ્યું છે.

ફેસબૂક એકાઉન્ટ પર 4 ફેબ્રુઆરી આ પોસ્ટ કરવામાં આવી હતી અને મામલતદારના નકલી ફેસબુક એકાઉન્ટ થી રૂપિયાની માંગણી કરાતી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ત્યારે આખરે મામલતદાર નાં મોત પાછળ નું સાચું કારણ સુ છે એ હાલતો ઘૂંટાતું રહસ્ય જોવા મળી રહ્યું છે.અને પોલીસ તંત્ર ની પણ આગળની વધુ તપાસ ચાલી રહી છે ત્યારે તપાસ બાદ સુ ખુલાસો થાય તે જોવું રહ્યું.!!

પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં મામલતદાર વેનાજી ઓ. પટેલે  કોઈ અગમ્ય કારણોસર મામલતદાર કચેરીના ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરતા ભારે  ચકચાર મચી છે. જે બનાવની જાણ થતા હાજર કર્મચારીઓ અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા.અને બનાવને પગલે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોચી મૃતદેહનું પંચનામું કરી હારીજ સીએસસી સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપી આગળની વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મામલતદારના રહસ્યમય મોતને લઈને અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.

હારીજ મામલતદાર વેનાજી ઓ. પટેલ 11 ફેબ્રુઆરીને રવિવારે સવારે કચેરીમાં આવ્યા હતા અને કોઈ અગમ્ય કારણોસર કચેરીના ધાબા ઉપર જઈ પડતું મુકતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું  હતું. આ દ્રશ્ય જોઈ ફરજ પરના કર્મચારીઓ ઘટનાની જાણ ઉપરી અધિકારીઓને કરતા જિલ્લા કલેક્ટર, પ્રાંત સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગેની જાણ હારીજ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનું  પંચનામું કરી પીએમ અર્થે હારીજ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પીએમ કરાવી મૃતદેહ પરિવારજનોને સુપ્રત કર્યો હતો. પરિવારજનો દ્વારા પાર્થિવદેહને તેમના વતન દિયોદર તાલુકાના લીલાધર ગામે લઈ જવાયો હતો.અને રાધનપુર ડીવાયએસપી ડી ડી ચૌધરીએ આ બાબતે જણાવ્યું  હતું કે   મામલતદાર વી.ઓ.પટેલે કચેરીના ધાબા ઉપરથી પડતું મૂકી આત્મહત્યા કરી છે. જે અંગે પોલીસે હાલતો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મામલતદારના મોબાઇલ નંબર, facebook, instagram whatsapp સહિત તમામ પાસાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હારીજ મામલતદાર વેનાજી ઓ. પટેલે 4 ફેબ્રુઆરીના રોજ  પોતાના facebook આઇડી પર એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમના  નામનું ફેક આઈડી અને ફોટા વાળું whatsapp આઈડી બનાવી તેમના ફોટા અને નંબર સેવ કરી કોઈ દ્વારા ખોટી માંગણીઓ કરવામાં આવી રહી છે જેથી કોઈએ કોઈ પણ જાતનો વ્યવહાર કરવો નહીં. ત્યાર બાદ થોડા દિવસો બાદ તેમનું મોત થતા મોતને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.અંબાજી ખાતે  51  શક્તિ પીઠના કાર્યક્રમના આયોજન અંગે  સાડા ત્રણ કલાકે અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હોવાથી મામલતદાર વેનાજી ઓ. પટેલે તેના આયોજન માટે સવારે પોતાની પ્રાઇવેટ ગાડીમાં મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ મોતની છલાંગ લગાવતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. જોકે સાચું કારણ તો  પોલીસ તપાસ જ બહાર આવશે અને હાલ આ ઘટના ને લઇને આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.