અમરેલી ખાતે યોજાયેલા આવાસ લોકાર્પણ સમારોહમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા
- 6:08 pm February 12, 2024
અમરેલી ખાતે યોજાયેલા આવાસ લોકાર્પણ સમારોહમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. પોતાનો પ્રતિભાવ આપતા અમરેલી જિલ્લાના વડિયા-કુંકાવાવ તાલુકાના બરવાળા બાવળ ગામના રહેવાસી ચિરાગભાઈ પડાયાએ તેમને આવાસ સહાય મળી તે માટે સરકારનો આભાર માન્યો હતો.
તેમણે કહ્યુ કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મને પાકું મકાન મળ્યું છે, અગાઉ અમારું મકાન કાચું હતું. આ યોજના હેઠળ પ્રથમ હપ્તામાં રુ.૩૦,૦૦૦ બીજા હપ્તા પેટે
રુ.૮૦,૦૦૦, ત્યારબાદ રુ.૧૨,૦૦૦ અને રુ.૧૦,૦૦૦ સહિત કુલ રુ.૧,૫૦,૦૦૦ સહાય મળી હતી. આ યોજના હેઠળ મકાન બાંધવા માટે મળેલી આ સહાય થકી હું પાકું મકાન બાંધી શક્યો છું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં છેલ્લા છ વર્ષમાં ૪૨.૪૪ કરોડના ખર્ચે ૩,૫૩૭ આવાસો મંજૂર થયા છે. જિલ્લામાં ૩૪.૯૦ કરોડના ખર્ચે ૨,૯૦૮ આવાસના બાંધકામ પૂર્ણ થયા છે જ્યારે ૬૨૯ આવાસો પ્રગતિ તળે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી છેવાડાના માનવીના જીવનમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે.