નિઝર કુકરમુંડા તાલુકાના જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ માટે કોમ્પ્યુટર ઓપરેટરની નિમણુંક થતા નાગરિકોને પડતી મુશ્કેલીનો સુખદ નિકાલ લાવતું તાપી જિલ્લા તંત્ર

  • 6:17 pm February 12, 2024

 

નિઝર કુકરમુંડા તાલુકાના જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ માટે નવા કોમ્પ્યુટર ઓપરેટરની નિમણુંક થઇ હતી. કોઇક કારણોસર આધારકાર્ડ ઓપરેટર શ્રી ગણેશ એન. પાટીલે રાજીનામું આપતા જાહેર જનતાને આધાર કેન્દ્ર ખાતે કામગીરી કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાને લઇ જિલ્લા તંત્રએ નિઝર કુકરમુંડા તાલુકાના જનસેવા કેન્દ્રમાં ઓપરેટરની જગ્યાએ જીલ્લા કક્ષાએથી અન્ય ઓપરેટર ફાળવવામાં ન આવે ત્યાં સુધી કુકરમુંડાના ઓપરેટરશ્રી પાસેથી આધારકાર્ડની કામગીરી નિઝર અને કુકરમુંડાના બંન્ને તાલુકાની કામગીરી કરાવવામાં આવતા જાહેરજનતાને પડતી મુશ્કેલીનો સુખદ નિકાલ તાપી જિલ્લા તંત્ર દ્વારા કરાયો છે. આમ, ખાલી જગ્યાએ નવા આધારકાર્ડ ઓપરેટરની નિમણૂંક થતા આધારકાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે.