ધરમપુર યુવા કોંગ્રેસ દ્વારા અનાજ ગોડાઉન માં થતા ભ્રષ્ટાચાર બાબતે મામલતદાર ને આપ્યું આવેદન

  • 6:22 pm February 12, 2024
અશ્વિન ભાવર | સેલવાસ

 

ધરમપુર યુથ કોંગ્રેસના પ્રમુખ તેમજ જિલ્લા યુથ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની આવેદન આપી ગરીબોને મળતા અનાજ ક્યાં પગ કરી જાય છે તે તપાસ કરી દોષીતો સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ

ધરમપુર માં કોંગ્રેસ પક્ષ છેલ્લા કેટલાક સમય થી જાણે નિંદ્રામાં હોય એવું જણાઈ આવતું હતું પરંતુ હાલમાં ચૂંટણી નજીક આવતા જ યુથ કોંગ્રેસ દ્વારા સ્થાનિક મુદ્દાઓ ને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે આજે ધરમપુર અને કપરાડા વિસ્તારમાં આવેલ અનાજ ના ગોડાઉન માં થી સસ્તા અનાજ ની દુકાન માં જતા અનાજ જો જથ્થો બોરી દીઠ ઓછો થઈ જતો હોવાની બૂમ ઉઠી છે સાથે ગોડાઉનમ માં મુકવામાં આવેલ સીસીટીવી કેમરા પણ કાર્યરત ન હોવાની માહિતી હોય જે અંગે તપાસ કરવા માટે યુથ કોંગ્રેસ ના તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખની આગેવાની માં આવેદન પત્ર આજે ધરમપુર મામલતદાર ને આપવામાં આવ્યું હતું

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધરમપુર મામલદારને એકાવન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં અનાજના ગોડાઉનમાં થતી ગેરેરીતિ બાબતે નોંધપાત્ર વિગત આપી દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસ સમિતિએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા ધરમપુર અને કપરાડામાં આવેલ પુરવઠા ના ગોડાઉન મા આવેલ કેટલાક cctv કાર્યરત નથી એવી માહિતી મળેલ છે તથા એક જ ગેટ પર cctv આવેલ છે બીજા ગેટ પર નથી . આ બાબતો નો ફાયદો લય કેટલાક લોકો દ્વારા અનાજ નો જે જથ્થો ગોડાઉન મા આવે છે તેના કરતાં ઓછો જથો રીટેલ દુકાન સુધી પોહચે છે એવી માહિતી છે ધરમપુર મા ટોટલ ૧૪૩ દુકાનો આવેલી છે . આસરે દર મહિને એક દુકાન પર ૩૦૦ ગુણ જાય છે . એક ગુણ દીઠ આસરે ૩ થી ૪ kg અનાજ ગાયબ થાય છે એટલે કે એક માસ મા ૧૪૩ શોપ મા ૧૭૧.૬ મેટ્રિક ટન જેટલું અનાજ ચોરાય છે જે ગરીબો ના હક નું છે આ અનાજ કાળા બજારી માટે વપરાય છે જે રોકવા વિનંતી ઉલ્લેખ કરવામાં આવ્યો છે આજે આવેદન આપવા માટે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ માજી સાંસદ કિશનભાઇ પટેલ જિલ્લા યુથ કોંગ્રેસના કુંજાલી પટેલ, ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મિલનભાઈ પટેલ તેમજ ધરમપુર તાલુકા મહામંત્રી રાહુલ પટેલ શહીદ કોંગ્રેસ સમિતિના મોટા ભાગના સભ્યો જોડાયા હતા નોંધનીય છે કે કોંગ્રેસ ધરમપુર માં છેલ્લા કેટલાક સમય થી જાણે સુષુપ્ત અવસ્થા માં હોય એમ જણાઈ આવતું હતું પરંતુ આજથી કે રીતે સ્થાનિક કક્ષાએ લોક હિતના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે તે જોતાં યુથ કોંગ્રેસના નવા આવેલા તાલુકા પ્રમુખ બાદ ફરી નવો સંચાર થયો..